મોરબી દુર્ઘટના: મોરબી સસ્પેન્શન બ્રિજની ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની કમિટીની રચના

અમદાવાદ: મોરબી પર વધુ એક વખત પાણીની ઘાત સામે આવી છે. મોરબીમાં હજી ચાર દિવસ પહેલા જ ખુલ્લો મુકવામાં આવેલો ઝુલતો પુલ તુટી પડ્યો હતો.…

gujarattak
follow google news

અમદાવાદ: મોરબી પર વધુ એક વખત પાણીની ઘાત સામે આવી છે. મોરબીમાં હજી ચાર દિવસ પહેલા જ ખુલ્લો મુકવામાં આવેલો ઝુલતો પુલ તુટી પડ્યો હતો. જેના કારણે પુલ પર રહેલા સેંકડો લોકો મચ્છુ નદીમાં પડ્યા હતા. હાલ તો રાહત અને બચાવ કામગીરી સ્થાનિક તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાના જણાવ્યા મુજબ આ દુર્ઘટનામાં 35નાં મોત અને 40 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની સંભાવના છે. જોકે ઈજાગ્રસ્તોને આંકડો હજુ પણ વધી શકે છે. મોરબી સસ્પેન્શન બ્રિજની ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે.

 બ્રિજની ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની કમિટી

  • રાજકુમાર બેનીવાલ, IAS મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર
  • કે એમ પટેલ, ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ, આર એન્ડ બી વિભાગ, ગાંધીનગર
  • ડૉ. ગોપાલ ટાંક, એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, એલડી એન્જિનિયરિંગ કૉલેજ, અમદાવાદ
  • સંદીપ વસાવા,સચિવ માર્ગ અને મકાન
  • સુભાષ ત્રિવેદી,આઈ.જી- સી.આઈ.ડી ક્રાઈમ

મૃતકોને રૂ.4 લાખની સહાયની જાહેરાત
બીજી તરફ સમગ્ર દુર્ઘટનાને લઈને રાજ્ય સરકાર દ્વારા મૃતકોને રૂ. 4 લાખ તથા ઈજાગ્રસ્તોને રૂ.50,000ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મોરબીની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નાગરિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર પ્રત્યેક મૃતકના પરિવારજનને ચાર લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપશે.

પુલ પર 500થી વધુ લોકો હતા
મોરબીનો રાજાશાહી વખતનો ઝૂલતો પુલ તૂટતા સૌરાષ્ટ્ર, ગુજરાત સહીત દેશભરમાં ઉહાપોહ મચી જવા પામ્યો છે. પૂલ પર મોટી સંખ્યામાં મહિલા અને બાળકો સહીત 500 લોકો બ્રિજ પર હતા. તે દરમિયાન પુલ તુટતા 500 લોકો નદીમાં ખાબક્યા હતા.

    follow whatsapp