હેતાલી શાહ.આંકલાવઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે ગુજરાતમાં કોંગ્રેસના પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા હતા. અશોક ગેહલોતે ગુજરાતના આંકલાવમાં જનમેદનીને સંબોધન કર્યું હતું. ગેહલોતે અહીં સુપ્રીમ કોર્ટના આજના નિર્ણયને આવકાર્યો, ગેહલોતે કહ્યું કે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે અને આ વખતે મોદીજી અને અમિત શાહને ઝટકો લાગશે, ગેહલોતે અહીં કહ્યું હતું કે ગુજરાતમાં ભયનું વાતાવરણ છે. મોરબી અકસ્માત માટે સરકાર જવાબદાર છે. મોરબી અકસ્માતની કોર્ટના નિવૃત ન્યાયાધીશના નેતૃત્વમાં તપાસ થવી જોઈએ. આ ભ્રષ્ટાચાર અને નિષ્ફળતાનો મામલો છે. આપણા માધવસિંહ સોલંકી આદર્શ મુખ્યમંત્રી હતા. ગુજરાતમાં મોદીજી અને અમિતજીનું રાજ છે, બધા ડરમાં છે, આ રાજ્યમાં માત્ર શિલાન્યાસ થઈ રહ્યા છે, જમીન પર કંઈ નથી.
ADVERTISEMENT
પુલ પાછળ 2 કરોડની વાત હતી, 12 લાખ ખર્ચ્યાઃ ગેહલોત
આજે સોમવારે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા અંતર્ગત મહિલા સંમેલનને સંબોધતા અશોક ગેહલોતે કહ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ ચૂંટણી જીતવા જઈ રહી છે, 27 વર્ષનું શાસન જોયું, ગુજરાત મોડલ જેવું કંઈ નહોતું. માત્ર માર્કેટિંગ અને બીજું કંઈ નહીં કર્યું.ધીમે ધીમે પોલ ખુલી ગઈ છે.કોરોના આવ્યો ત્યારે પોલ ખુલી ગઈ,રોગચાળો ભયંકર હતો,તે સમયે પણ કોઈ સુશાસન જોવા મળ્યું ન હતું,કેટલા લોકોના મોત થયા, નકલી દારૂ પીને કેટલા લોકો મૃત્યુ પામ્યા તેની કોઈને ખબર નથી, કોઈ તપાસ થતી નથી. તાજેતરમાં જ મોરબીની ઘટના બની ગઈ કાલે સમાચાર આવ્યા કે 12 લાખનો ખર્ચ થયો, ખબર નથી પડતી કે 2 કરોડની વાત થઈ રહી હતી. લોકો માર્યા ગયા, ઘટના બની, કમિશનની રચના કરવામાં તકલીફ શું થઈ રહી છે. હાઈકોર્ટના જજની અધ્યક્ષામાં ભારત ભરમાં કમિશન બને છે અને તપાસ થાય છે. પરિણામ આવે છે, અને એક્શન પણ લેવાય છે. સરકારને કોઈ પરવાહ જ નથી. વિપક્ષની માગ હતી, કોંગ્રેસની માગ હતી. અમારા ખડખે સાહેબ જે અધ્યક્ષ છે તેમણે માગ કરી કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજની અધ્યક્ષતામાં કમિટિ બને, અને તપાસ કરે કોઈ ચિંતા નથી. હવે ગુજરાત હાઈકોર્ટ સંજ્ઞાનમાં લે છે. આશા કરું છું કે હવે કોઈ ને કોઈ જવાબ આપવો પડશે અને તેમને નમવું પડશે.
મંત્રી મંડળ નકામું હતું તો 4 વર્ષ કેમ ચલાવ્યું: ગેહલોત
ભાજપ અને સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, અમારી પાંચ યાત્રા સફળ રહી, તેમની ગૌરવ યાત્રા ફેલ થઈ ગઈ. આ વખતે કોંગ્રેસના પક્ષમાં માહોલ છે ગુજરાત સરકારના સામે એન્ટીઈનકંબેંસી ક્યાંય નથી જોવા મળી જેટલી ગુજરાતમાં જોવા મળી રહી છે. એટલે જ તો તેમણે સમસ્ત મંત્રીમંડળ બદલી નાખ્યું. મુખ્યમંત્રી સાથે સાથે બધા મંત્રીઓને બદલી દેવાનું શું બતાવે છે. આપ વિચારી શકો છો કે પુરું મંત્રીમંડળ નક્કામું હતું, કોઈ કામ ન્હોતું કરી રહ્યું, એટલે જ તો બદલવું પડ્યું. પરંતુ 4 વર્ષ સુધી કેમ રાખવા પડ્યા, નક્કામા હતા તો પહેલા જ બદલી દેવા હતા ને.
EWS પર જેને રાજનીતિ કરવી હોય કરી શકે છેઃ ગેહલોત
અશોક ગેહલોતે ઇડબ્લ્યુએસના નિર્ણયને આવકાર્યો, પરંતુ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ભાજપ આ મુદ્દે રાજનીતિ કરી રહી છે, તેના પર ગેહલોતને ભરતસિંહ સોલંકીએ સમજાવ્યા કે અમે પહેલા આવ્યા હતા, તેના પછી ભાજપે કર્યું. આપણી પાર્ટીમાં મેનિફેસ્ટોમાં મુદ્દો લેવાયો હતો. તે પછી ગેહલોત કહ્યું કે, તેની શરૂઆત અમે જ કરી છે દેશની અંદર. યુપીએ ગવર્મેન્ટે કમિશન બેસાડી દીધું, હવે તે લોકો લાગુ કરવામાં મોડું કર્યું, તેનું અમે શું કરી શકીએ છીએ, મારું માનું એ છે. અને માયાવતીજીએ પણ એક વખત મેં સાભળ્યું કે કહ્યું હતું, અમને વાંધો નથી કે અપર કાસ્ટ્સને ઈડબલ્યૂએસ મળશે. તેનો મતલબ કોઈ એવો વર્ગત ન હતો દેશમાં કે જે ઈડબલ્યૂએસનું સ્વાગત ન કરે. તો તે પછી કોઈને રાજનીતિ કરવી હોય તો કરી શકે છે.
AAP અમારી નકલ કરે છેઃ ગેહલોત
આમ આદમી પાર્ટી ગુજરાતમાં સક્રિય હોવા અંગે તેમણે કહ્યું કે કોઈ સક્રિય નથી, ખોટું બોલે છે. ખોટા વચનો આપે છે અને તેઓ સમજે છે કે જનતા નથી સમજતી પણ જનતા સમજે છે કે તેમનું દિલ્હીનું મોડલ નિષ્ફળ ગયું છે. દિલ્હી એક ટેરેટરી છે. તમે તેને રાજ્યોની અંદર પ્રોજેક્ટ કરી રહ્યા છો. પંજાબમાં આટલી ઝડપથી નિષ્ફળ થઈ ગયા, લોકો નાખુશ બન્યા છે અને અમારી સરકાર જે રાજસ્થાનમાં કામ કરી રહી છે, આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર તેની નકલ કરી રહી છે. અમારી યોજનાઓ રાજસ્થાનમાં લાગુ કરવામાં આવી છે. તે લોકો તેમની નકલ કરી રહ્યા છે.
ADVERTISEMENT