મોરબી પાલિકાને સુપરસીડ કરવાના સરકારના નિર્ણય સામે પડ્યા સદસ્યો, CMને પત્ર લખી શું માગણી કરી?

મોરબી: મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટવાની ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળના શપથ બાદ જ સૌથી પહેલા મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવાનો નિર્ણય…

gujarattak
follow google news

મોરબી: મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટવાની ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળના શપથ બાદ જ સૌથી પહેલા મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે હવે નગરપાલિકાના સદસ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખીને પાલિકાને સુપરસીડ ન કરવા માટે રજૂઆત કરી છે.

52માંથી 45 સભ્યોએ સરકારના નિર્ણય સામે પત્ર લખ્યો
મોરબી નગરપાલિકાના 52માંથી 45 સભ્યોએ મુખ્યમંત્રીએ લીધેલા પાલિકાને સુપરસીડ કરવાના નિર્ણય સામે પત્ર લખ્યો છે અને આ નિર્ણયને રદ કરવા માટે અપીલ કરી છે. સદસ્યોએ લખેલા પત્રમાં કહ્યું છે કે, ઝુલતા પુલના એગ્રીમેન્ટમાં કોઈ સદસ્યએ સહી કરી નથી. તેમજ સામાન્ય સભામાં પણ ઠરાવ થયો નથી. પાલિકાના સદસ્યોને તેમના સમયકાળ સુધી યથાવત રાખવા માટે રજૂઆત કરી છે.

સરકારની કાર્યવાહી બાદ સામે આવ્યા
ત્યારે સવાલ એ થાય છે કે, 135 નિર્દોષોના જે મોરબી બ્રિજ દુર્ઘટનામાં મોત થયા તેમ છતાં કોઈ સામે ન આવ્યું. હવે નગરપાલિકાને સુપરસીડ કરવાની હિલચાલ શરૂ થતા જ આ સભ્યોને પોતે એગ્રીમેન્ટમાં સહી ન કરી હોવાનું યાદ આવે છે. અને તેમનો સમયકાળ યથાવત રાખવા માટે કહી રહ્યા છે. બીજી તરફ ઘટના સમયે તમામ કોર્પોરેટરોમાંથી કોઈ પ્રતિક્રિયા આપવા પણ સામે નહોતું આવી રહ્યું.

(વિથ ઈનપુટ: રાજેશ આંબલિયા)

    follow whatsapp