મોરબીઃ વાંકાનેરના નજીક આવેલા ગઢિયા વાડી વિસ્તારમાંથી દીપડો પકડાયો છે. થોડા સમય પહેલા અહીં દિગ્વિજયનગર પાછળ જંગલમાં આ હોવાના સમાચાર મળ્યા હતા. એટલું જ નહીં દીપડાને પાંજરામાં પુરવા માટે વન વિભાગે પીંજરુ પણ મુક્યું હતું. જોકે આ દરમિયાન જ્યાં સુધી દીપડો પુરાયો નહીં ત્યાં સુધી સ્થાનિકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. નોંધનીય છે કે ગુજરાતમાં ઠેર ઠેર દીપડો હોવાના અહેવાલો મળી રહ્યા છે. અગાઉ એવા અહેવાલો પણ હતા કે ગાંધીનગરમાં દીપડો ફરી રહ્યો છે.
ADVERTISEMENT
સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ
મોરબી વાંકાનેર નજીર ગઢિયા વાડી વિસ્તારમાંથી દીપડો પકડાઈ જતા જોવાજેવી થઈ હતી. એટલું જ નહીં સ્થાનિકો પણ ઘણા સમયથી ભયભીત હતા. પરંતુ સવારે દીપડો પાંજરામાં પુરાયેલો જોતાની સાથે જ તેમણે રાહતનો શ્વાસ લીધો છે. એટલું જ નહીં દીપડાને પાંજરામાં પુરવા માટે વન વિભાગે છેલ્લા ઘણા સમયથી કવાયત હાથ ધરી હતી. આજે તે સફળ થતા સ્થાનિકોએ હાંશકારો અનુભવ્યો છે.
ગાંધીનગરમાં ફરી એકવાર દીપડો દેખાયો!
અત્યારે અવારનવાર ગાંધીનગરમાં દીપડો દેખાયો હોવાની ચર્ચા વેગવંતી થઈ છે. ત્યારે અગાઉ 2-3 દિવસ પહેલા ગાંધીનગર સચિવાલયમાં દીપડો દેખાયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે બીજી બાજુ હવે આજે અક્ષરધામ પાછળના બંધ મકાનમાં દીપડો હોવાની વાત સામે આવતા સ્થાનિકોમાં ફફડાટ થયો છે. અત્યારે પોલીસ અને ફોરેસ્ટ ઓફિસર સતર્ક થઈ ગયા છે. અહીં દીપડો છે કે નહીં એની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
સર્ચ ટીમ તૈનાત…
સેક્ટર 20ના બંધ મકાનોમાં દીપડો મળી આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે સેક્ટર 20ના બંધ પડી રહેલા મકાનમાં દીપડો હોવાનું સામે આવ્યું છે. અત્યારે અહીં પોલીસ અને ફોરેસ્ટના જવાનો પહોંચી ગયા છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અક્ષરધામની પાછળના ભાગમાં દીપડો દેખાયો હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે.
With Input: રાજેશ આંબલિયા
ADVERTISEMENT