મોરબી: ઝૂલતાપૂલ દુર્ઘટનાના કેસમાં મુખ્ય એવા આરોપી ઓરવા કંપનીના એમડી જયસુખ પટેલની થોડા દિવસો પહેલા વિધિવત ધરપકડ બાદ રિમાન્ડ પર સોપાયા હતા. હવે આજે તેમના રિમાન્ડ પુરા થતા ફરી જયસુખ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા વધુ રિમાન્ડ ન માંગતા તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે.
ADVERTISEMENT
મોરબી પુલ દુર્ઘટના મામલે આજે જયસુખ પટેલના સાત દિવસના રિમાન્ડ પુરા થતાં ફરી એક વખત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ગત તા. 30 નવેમ્બર 2022ના રોજ ઝૂલતો પુલ તૂટી પડતા 135 લોકોના મોત થયા હતા અને આ બનાવ સંદર્ભે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી. આ દુર્ઘટના મામલે જયસુખ પટેલે ગત 31મી જાન્યુઆરીના રોજ મોરબી ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં સ્ટેન્ડર કર્યુ હતું. ત્યારે આજે જયસુખ પટેલ મામલે પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગ કરવામાં આવી ન હતી. ત્યારે કોર્ટ દ્વારા જયસુખ પટેલને જેલમાં મોકલવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
14 દિવસના રિમાન્ડની કરી હતી માંગ
પોલીસ દ્વારા જયસુખ પટેલના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી અને સરકારી વકીલ સંજય વોરાએ ધારદાર દલીલ કરી હતી કે, જાન્યુઆરી 2020 માં ઓરેવા કંપનીએ કલેકટરને એક લેટર લખીને કહ્યું હતું કે, આ પુલની પરિસ્થિતિ ઘણી ગંભીર છે અને અકસ્માતે તૂટી શકે તેમ છે. ત્યાર બાદ કોઈ પત્ર વ્યવહાર થયો અને કોન્ટ્રાક્ટ રિન્યુ થયો ન હોવા છતાં ઓરેવા ગ્રુપે મેન્ટેનન્સનું કામ ચાલુ રાખ્યું હતું. ઓરેવા કંપનીને ખબર જ હતી કે આ અકસ્માતે ગમે ત્યારે તૂટી જાય તેમ છે. છતાં પણ જે મુખ્ય કેબલ બદલાવાની જરૂર હતી એ કેબલ તાર બદલાવ્યા વગર નાના નાના કોસ્મેટીક ચેન્જીસ કરી મેન્ટેનન્સનું કામ પુરૂ કરતા હતા. એનો મતલબ એવો થાય કે ભૂકંપમાં મકાન આખું હલી ગયું હોઈ તેની દીવાલો, સીલીંગ અને ફ્લોર સરખી કરવાની હતી ત્યારે આમને લાદી સરખી કરી એના જેવી વાત હતી. જ્યાં કોર્ટે તમામ દલીલો સાંભળ્યા પછી 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
કમોસમી વરસાદના સર્વેને લઈ પાલ આંબલીયા આકરા પાણીએ કહ્યું, સરકારને પોતાના પર જ નથી ભરોસો
135 લોકોએ ગુમાવ્યો જીવ
મોરબીમાં ક્યારેય ભૂલી ના શકે તેવી ગોઝારી દુર્ઘટના 30 ઓક્ટોબર 2022 ના રોજ સર્જાઈ હતી. દિવાળીની રજાઓ માણી રહેલા સ્થાનિકો તેમજ મોરબી ફરવા આવેલા લોકો મોરબીની ઐતિહાસિક ધરોહર સમાન ઝૂલતા પુલની મજા માણી રહ્યા હતા ત્યારે ઝૂલતો પુલ તૂટી પડતાં 135 નિર્દોષ નાગરિકોના જીવ લેવાયા હતા. બનાવને પગલે એક તરફ હજુ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દોડી આવ્યા હતા. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મોરબીની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. જે દુર્ઘટના મામલે ઓરેવા ગ્રુપના મેનેજર સહિત નવ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવાયા હતા.
વિથ ઈનપુટ: રાજેશ આંબલિયા,મોરબી
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT