અમદાવાદ: આદિપુરુષ ફિલ્મ રીલીઝ થયા પહેલા જ વિવાદ શરૂ થયો હતો. ફિલ્મ ‘આદિપુરુષ‘ની રિલીઝને એક સપ્તાહ પૂર્ણ થઈ ગયું છે. આજે આ ફિલ્મ રિલીઝ થયાને આઠ દિવસ થઈ ગયા છે. રિલીઝથી લઈને અત્યાર સુધી આ ફિલ્મને લઈને અનેક વિવાદો સામે આવ્યા છે. જેના પર મેકર્સ સતત પોતાનો ખુલાસો રજૂ કરતા જોવા મળે છે. ત્યારે વિવાદને લઈ મામલે હવે કથાકાર મોરારી બાપુએ પણ આડકતરો કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, નાટક બનાવો કે ફિલ્મ બનાવો પણ રામાયણનો આધાર તો લો, કોઈને ન પૂછો પણ મને પૂછો તો હું રામાયણ અને તેના પાત્રોની સત્ય હકીકત કહીશ .
ADVERTISEMENT
ફિલ્મ આદિપુરુષ સતત વિવાદમાં આવતા તેમના સંવાદો બદલવામાં આવ્યા છે. ત્યારે હજુ પણ વિવાદ શાંત થવાનું નામ નથી લેતો. ત્યારે હવે મોરારી બાપુએ ફિલ્મને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હુ ખુબ વિન્રમતાથી વ્યાસપીઠથી એક વિનંતી કરવા માંગુ છે. આજકાલ ઘણી એવી નવલકથા, ફિલ્મો બની રહી છે જેમાં ખબર નહીં રામાયણ અને રામાયણના પાત્રો વિશે શું-શું લખાતુ હોય છે કે બોલાવામાં આવતુ હોય છે. મે તો જોયુ નથી અને હું આવુ કંઈ જોતો પણ નથી. મારે કોઈ જવાબ આપવાની પણ જરુર નથી. પણ વ્યાસપીઠ પર બેઠો છુ તુ વિન્રમતાથી કહીશ કે જો આપને રામાયણ પર કોઈ નાટક બનાવવું છે, કોઈ ફિલ્મ બનાવવુ છે કે કોઈ કથા લખવી હોય તો તમારો અર્થ એનુ ઈન્ટરપ્રિટેશન નાંખવાનો હોય. અથવા તો વિન્ડોને ધ્યાનમાં રાખીને તમારે ફિલ્મ બનાવવાની છે કે વિન્ડો પર ફિલ્મ કેટલી સફળ થશે. ત્યારે તમારુ લક્ષ્ય કંઈક અલગ હોય અને તમે ત્રિભુવનીય રામકથાને માધ્યમ બનાવી દો છો. તો હુ વિનંતી કરીશ કે કંઈ ન આવડે તો વાલ્મિકીનો આધાર લો, તુલસીદાસજીનો આધાર લ્યો. અને જો કઈ ન સમજાય તો મોરારી બાપુને પૂછો આ હુ ખુબ વિન્રમતા સાથે કહુ છુ.
રામાનંદ સાગરે મોરારી બાપુનું માર્ગદર્શન લીધું
તમને આ અહંકાર પણ લાગી શકે છે પણ મે આના પર કામ કર્યું છે. હુ છેલ્લા 65 વર્ષથી આના પર કામ કરી રહ્યો છુ. અને હુ દિવંગત રામાનંદ સાગરજીને ખુબ આદર આપીશ કે તમે જ્યારે રામાયણ સિરિયલ બનાવી ત્યારે બે વ્યક્તિઓનું માર્ગદર્શન લીધુ હતું. એક તો પરમ પૂજય રામકિનકરજી મહારાજ અને બીજુ સ્વંય તલગાજરડા આવીને મારી પાસે મને કહ્યું હતુ કે, અમુક વાતો હુ તમને પુછુ તમે અમને ગાઈડ કરજો. ચલો મને ન પુછો તો કંઈ નહીં પણ વાલ્મિકિને તો પુછો. આ શાસ્ત્રો છે, તુલસીદાસજીએ જે ત્રિભુવનિય ગ્રંથ આપ્યો એમની પાસેથી જાણો. તમને ધન નહીં મળે પણ પરમધન તો મળશે. હું ખુબ વિનંતી સાથે કહીશ કે કેમ આવા વિવાદ ઉભા કરો છો..? કેમ આવી વાતો ફિલ્મોમાં નાંખો છો.. ? રામાયણ સાધનાનો ગ્રંથ છે. આ ચલચિત્રનો ગ્રંથ નથી અચલ ચરિત્રનો ગ્રંથ છે. ચલચિત્ર તો આજે ચાલે, કાલ ચાલે અને પછી લોકો ભૂલી જાય. અચલ ચિત્ર છે જે લાંબો સમય સાથે રહે,જેમ હરિ અનંત હરિ કથા અનંતા. તો મારી વિનંતી છે.આ લોકો પાસે કાન હોય તો સાંભળે. શ્રવણ વિજ્ઞાન હોય તો સાંભળો આવા વિવાદો ન કરો. ગ્રંથોનો આધાર લો.
ADVERTISEMENT