નીતિન ગોહેલ, ભાવનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા મોદીનું 100 વર્ષની વયે શુક્રવારે નિધન થયું છે. અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સવારે 3.30 કલાકે હીરા બાએ અંતિમ શ્વાસ લીધા હતા. પીએમ મોદીને તેમની માતા હીરા બા સાથે ખાસ લગાવ હતો. ત્યારે હીરા બા ને મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલાસો પાઠવ્યો હતો. કહ્યું હતું કે, પના જેવા સપૂતને રાષ્ટ્ર અને દુનિયાની સેવા કરવા સમર્પિત કરનાર માતાની વિદાયથી કોને પીડાના થાય ? પૂજ્ય માના નિર્વાણ ને મારા પ્રણામ.
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાનું અવસાન થયું છે ત્યારે કથાકાર મોરારી બાપુએ તેમણે શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું હતું કે, યશસ્વી અને અમારા રાષ્ટ્રના રાષ્ટ્ર પુરુષ, આત્મીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી. જય સીયારામ. હમણાં પૂજ્ય હીરાબાના નિર્વાણ ના સમાચાર મળ્યા. આપના જેવા સપૂતને રાષ્ટ્ર અને દુનિયાની સેવા કરવા સમર્પિત કરનાર માતાની વિદાયથી કોને પીડાના થાય ? પૂજ્ય માના નિર્વાણ ને મારા પ્રણામ. એક સાધુ તરીકે હૃદયના ભીના ભાવ સાથે શ્રદ્ધાંજલિ અર્પુ છું. આપ સૌને અને પુરા પરિવારને મારી દિલસોજી પાઠવું છું. ધન્ય માતા,ધન્ય પુત્ર,ધન્ય પરિવાર!
શ્વાસમાં લેવામાં સમસ્યા થતા હોસ્પિટલમાં એડમિટ કરાયા
હીરાબાને મગળવારે અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. આ ઉપરાંત તેમને કફની પણ સમસ્યા હતી. આ બાદ તેમને અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલના કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં એડમિટ કરાયા હતા. ડોક્ટરોએ MRI અને સિટી સ્કેન કર્યો. આ બાદ ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેમની હાલત સ્થિર છે અને તબિયત સુધારા પર છે.
ADVERTISEMENT