નીતિન ગોહિલ, ભાવનગર: છેલ્લા થોડા સમયથી મોરારી બાપુ કોઇને કોઇ કારણોસર વિવાદમાં આવતા રહેતા હોય છે. ત્યારે હવે વ્યાસપીઠ પરથી તેઓનું વધુ એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. મોરારી બાપુએ મોહન ભાગવતનું નામ લીધા વગર તેના પર ટિપ્પણી કરી.
ADVERTISEMENT
મોરારી બાપુની સપ્તાહ મહુવાના ભવાની મંદિર ખાતે ચાલી રહી છે. આ સપ્તાહ દરમિયાન મોરારી બાપુએ વિવાદિત નિવેદન આપ્યું છે અને આર એસ એસના વડા મોહન ભાગવત પર ટિપ્પણી કરી છે. મોરારી બાપુએ કોઇ પણનું નામ લીધા વિના હિંદુત્વના પ્રહરીનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, ‘હું કોઈ શેર બોલ કે ગઝલ ગાઉં કે તેમાં ઉર્દુ શબ્દ આવે કે કઈક આવે અને હું કઈક બધાનું ભેગું કરવાનો પ્રયાસ કરું તો લગભગ તૂટી પડે દુનિયા.
હવે કોઈ નહીં બોલે કયા ગયા તમે બધા?
હમણાજ એક આપડા હિન્દુત્વના મોભી મળી આવ્યા મસ્જિદમાં જઈ ને આવ્યા. કકોઈ તો બોલો હવે, ટીકા કરો. ઉતરી પડ્યા હતા મોરારી બાપુ ઉપર. હું નામ નથી લેતો. ઈમામ સાથે વાતો કરી અને મદરેસામાં પણ ગયા. પણ મોરારી બાપુ કઈક બોલે તો ધોકાવાળી કરવાની. હવે કોઈ નહીં બોલે કયા ગયા તમે બધા?
મોરારી બાપુ પર થયો હતો હુમલાનો પ્રયાસ
થોડા સમય પહેલા શ્રી કૃષ્ણ અને યદુવંશ અંગે વિવાદિત ટિપ્પણી મામલે મોરારી બાપુ દ્વારકા પહોંચ્યા હતા ત્યારે ભાજપના નેતા પબુભા માણેક મોરારી બાપુ પર ધસી આવ્યા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. સમગ્ર ઘટનાનું ફેસબુક પર લાઈવ કાન્હા વિચાર મંચ દ્વારા કરવામાં આવ્યું હતું. મોરારી બાપુ પર પબુભા માણેક ઘસી આવ્યા હતા. જોકે, પુનમ માડમ સહિતના અગ્રણીઓએ પબુભાને મોરારી બાપુ તરફ ઘસી આવતા રોક્યા હતા.
ADVERTISEMENT