ગુજરાતના પૂર્વ મંત્રી અને BJPના ધારાસભ્ય સામે આબુમાં સગીરાની છેડતીની ફરિયાદ નોંધાઈ

આબુ રોડ: ભાજપ સરકારના પૂર્વ મંત્રી અને વર્તમાનમાં પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ફરી એક વખત વિવાદમાં સપડાયા છે. ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર પર સગીરાની છેડતીની ફરિયાદ નોંધાતા…

gujarattak
follow google news

આબુ રોડ: ભાજપ સરકારના પૂર્વ મંત્રી અને વર્તમાનમાં પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ફરી એક વખત વિવાદમાં સપડાયા છે. ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર પર સગીરાની છેડતીની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદની મહિલા સાથે સંપર્ક થયા બાદ જેસલમેર ફરવા ગયા હતા, આક્ષેપ છે કે ધારાસભ્યએ અહીં કારમાં એકલી બેઠેલી મહિલાની સગીર દીકરીની બળજબરીથી છેડતી કરી હતી. આ મામલે મહિલાએ ફરિયાદ નોંધાવવા છતાં કોઈ કાર્યવાહી ન થતા આખરે તેણે સિરોહી કોર્ટમાં દાદ માગી હતી. કોર્ટના આદેશ બાદ હવે પોક્સો એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં નિકોલના કોર્પોરેટરને લોકોએ માર માર્યાના CCTV આવ્યા સામે- જુઓ

2020માં જેસલમેર જતા કારમાં એકલી સગીરાની છેડતીનો આક્ષેપ
વિગતો મુજબ નવેમ્બર 2020માં અમદાવાદની મહિલાનો પ્રાંતિજના ધારાસભ્ય સાથે પરિચય થયો હતો. બાદમાં તેમના પરિવાર અને સગીરવયની દીકરી તથા અન્ય વ્યક્તિએ જેસલમેર ફરવા ગયા હતા. રસ્તામાં આબુ પહોંચતા મહિલા ઉલ્ટી આવતા કારમાંથી નીચે ઉતરીને થોડા સમય ત્યાં જ રહી હતી. આ દરમિયાન તેની સગીર પુત્રી કારમાં એકલી હતી. આક્ષેપ છે કે ધારાસભ્ય અને તેમના સાથીઓએ કારમાં સગીરા સાથે બળજબરી છેડતી કરી, જેથી છોકરી દોડીને કારની બહાર આવી ગઈ અને રડવા લાગી અને કારમાં જેસલમેર ન જવાનું કહેવા લાગી, જે બાદ બધા અમદાવાદ પરત આવી ગયા હતા.

આ પણ વાંચો: મોરબીઃ ઝુલતા પુલની ઘટના મામલે જયસુખ પટેલે માગ્યા આગોતરા જામીન

સિરોહી કોર્ટના આદેશ બાદ MLA અને તેમના મિત્રો સામે FIR
મહિલાએ ભાજપના ધારાસભ્ય સામે પણ શારીરિક શોષણનો આક્ષેપ કર્યો છે, જેને લઈને કેસ ચાલતો હતો. દરમિયાન 5 માર્ચ 2022ના રોજ મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેને હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં દીકરીએ પણ પોતાની સાથે કારમાં બળજબરી છેડતી થઈ હોવાનું જણાવ્યું હતું. જે બાદ મહિલાએ આબુ રોડ તળેટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જોકે કોઈ કાર્યવાહી ન થતા તેણે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને કોર્ટના આદેશ બાદ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તથા તેમના ત્રણ મિત્રો વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

(વિથ ઈનપુટ: શક્તિસિંહ રાજપૂત)

 

    follow whatsapp