કોલકાતા: ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ શમી સાથે જોડાયેલી એક ખબર સામે આવી રહી છે. કોલકાતાની કોર્ટે ભારતીય ઝડપી બોલરને પોતાની અલગ રહેતી પત્ની હસીન જહાંને પચાસ હજાર રૂપિયા માસિક ભથ્થુ આપવાનો આદેશ કર્યો છે. મામલા પર ચૂકાદો અલીપુર કોર્ટની જજ અનિંદિતા ગાંગુલીએ આપ્યો છે.
ADVERTISEMENT
પત્નીએ 10 લાખનું ભરણપોષણ માગ્યું હતું
જોકે હસીન જહાં આ રકમથી ખુશ નથી. કારણ કે તેણે પ્રતિ માસ 10 લાખ રૂપિયાની માગણી કરી હતી. વર્ષ 2018માં હસીન જહાંએ 10 લાખ રૂપિયાના માસિક ભથ્થાની માંગણી કરતા એક અરજી દાખલ કરી હતી. અરજીમાં હસીન જહાંએ કહ્યું હતું કે, વ્યક્તિગત ખર્ચ માટે 7 લાખ રૂપિયા અને પોતાની દીકરીના ઉછેર માટે તેને દર મહિને રૂ.3 લાખનું ભથ્થું જોઈએ છે. હસીન જહાં હવે નિર્ણય વિરુદ્ધ હાઈ કોર્ટમાં અપીલ કરી શકે છે.
આ પણ વાંચો: KL રાહુલનો હાથ પકડી આથિયાએ લીધા સાત ફેરા, સામે આવી લગ્નની પહેલી તસવીર
હસીન જહાંએ શમી પર દહેજ, હિંસાના આરોપ મૂક્યા હતા
વર્ષ 2018માં ઝડપી બોલર મોહમ્મદ શમીની પર્સનલ લાઈફમાં મોટો ભૂકંપ આવી ગયો હતો. શમીની પત્ની હસીન જહાંએ આ દિગ્ગજ બોલર પર ઘરેલુ હિંસા, મેચ ફિક્સિંગ, દહેજ ઉત્પીડન જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા. આ બાદ મોહમ્મદ શમીએ પોતાની પત્નીના આરોપો પર પ્રતિક્રિયા આપી હતી. બાદમાં શમી અને હસીન જહાં અલગ થઈ ગયા.
આ પણ વાંચો: ભારતીય ક્રિકેટરો ઉજ્જૈનમાં મહાકાલના દરબારમાં પહોંચ્યા, Rishabh Pant માટે કરી પ્રાર્થના
શમીએ આરોપોનો શું જવાબ આપ્યો હતો?
શમીએ આરોપો પર જણાવ્યું હતું કે, હસીન અને તેના પરિવારના લોકો કહી રહ્યા છે કે, ‘બેસીને તમામ મુદ્દા પર વાત કરીશું. પરંતુ હું નથી જાણતો કે તેમને કોણ ભડકાવી રહ્યું છે. અમારી પર્સનલ લાઈફ વિશે ચાલી રહેલી વાતો સંપૂર્ણ રીતે ખોટી છે. મારી વિરુદ્ધ કોઈ મોટું ષડયંત્ર છે. મને બદનામ કરવા અથવા મારું કરિયર ખતમ કરવાનો આ પ્રયાસ છે.’
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT