EWS અનામત પર ‘સુપ્રિમ’ મહોર, SCમાં મોદી સરકારની સૌથી મોટી જીત

દિલ્હીઃ સુપ્રિમ કોર્ટે સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતની જોગવાઈને યથાવત રાખી છે. ઉલ્લેખનીય છે કે 5 જજની બેન્ચમાંથી 4 જજ…

gujarattak
follow google news

દિલ્હીઃ સુપ્રિમ કોર્ટે સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતની જોગવાઈને યથાવત રાખી છે. ઉલ્લેખનીય છે કે 5 જજની બેન્ચમાંથી 4 જજ દ્વારા બંધારણના 103મા સુધારા અધિનિયમ 2019ને સમર્થન આપવામાં આવ્યું છે. સુપ્રિમ કોર્ટમાં આને મોદી સરકારની મોટી જીત માનવામાં આવે છે.

સરકારે 10 ટકા અનામતની જોગવાઈ કરી હતી..
કેન્દ્ર સરકાર દ્વારા બંધારણમાં સુધારો કરીને સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી હતી. અનામતની જોગવાઈ કરતા 103મા બંધારણીય સુધારાને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારવામાં આવ્યો હતો. 5 જજની બેન્ચમાં 3 જજો જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલાએ EWS અનામતના સમર્થનમાં ચુકાદો આપ્ય હતો. જ્યારે ચીફ જસ્ટિસ યુયુ લલિત અને જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટે EWS આરક્ષણ પર અસંમતિ જાહેર કરી છે.

3 જજોએ સમર્થનમાં ચુકાદો આપ્યો
જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલાએ EWS અનામતના નિર્ણયને માન્ય રાખ્યો છે. જસ્ટિસ દિનેશ મહેશ્વરીએ પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે મોટો પ્રશ્ન એ છે કે શું EWS અનામત બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ છે. શું SC/ST/OBCને તેનાથી દૂર રાખવા એ મૂળભૂત ભાવનાની વિરુદ્ધ છે? તેમણે કહ્યું કે EWS ક્વોટા બંધારણનું ઉલ્લંઘન કરતું નથી. EWS આરક્ષણ સાચું છે. તે બંધારણની કોઈપણ જોગવાઈનું ઉલ્લંઘન કરતું નથી.

તે ભારતના બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરતું નથી. જસ્ટિસ બેલા ત્રિવેદીએ કહ્યું કે, હું જસ્ટિસ દિનેશ મહેશ્વરીના અભિપ્રાય સાથે સહમત છું. જસ્ટિસ પારડીવાલાએ કહ્યું કે અનામત એ છેલ્લી લાઇન નથી. દરેકને સમાન બનાવવાની આ શરૂઆત છે.

    follow whatsapp