નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાષ્ટ્રપતિના ભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપ્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે,રાષ્ટ્રપતિના ભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર જે ચર્ચા ચાલી રહી છે, તે ચર્ચામાં શામેલ થઈને હું આદરણીય રાષ્ટ્રપતિજીનો આભાર વ્યક્ત કરું છું. રાષ્ટ્રપતિજીએ બંને ગૃહોને સંબોધિત કરતા વિકસિત ભારતનો રોડમેપ રાખ્યો. આ દરમિયાન વિપક્ષના સાંસદોએ ‘મોદી-અદાણી ભાઈ-ભાઈ’ના નારા પણ લગાવ્યા.
ADVERTISEMENT
‘કીચડ તેમની પાસે હતો, મારી પાસે ગુલાલ’
વિપક્ષની નારેબાજી પર પીએમ મોદીએ પલટવાર કર્યો. પીએમ મોદીએ કહ્યું કે, કેટલાક લોકોનો વ્યવહાર નિરાશાજનક છે. તેમણે કહ્યું કે, કીચડ તેમની પાસે હતો, મારી પાસે ગુલાલ. જેમની પાસે જે હતું, તેમણે તે નાખ્યું. જેટલો કીચડ ઉછાળશો, કમળ એટલું જ ખીલશે. અમારી સફળતામાં તમારા યોગદાનને ભુલાવી શકાય તેમ નથી.
‘પાછલા ત્રણ-ચાર વર્ષોમાં 11 કરોડ ઘરોને નળથી જળ મળી રહ્યું છે’
PMએ કહ્યું કે, આઝાદીથી પહેલા અત્યાર સુધી અમારી સરકાર આવવા સુધી માત્ર 3 કરોડ ઘરોને નળથી જળ મળતું હતું. પાછલા ત્રણ-ચાર વર્ષોમાં 11 કરોડ ઘરોને નળથી જળ મળી રહ્યું છે. ભારતમાં પાણીની સમસ્યા જે દરેક પરિવારની સમસ્યા હતી, જેના વગર જીવન ચાલી ન શકે. અમે તેને ખતમ કરવાની દિશામાં કામ કર્યું. આ દેશના અડધાથી વધારે લોકો બેંકોના દરવાજા સુધી નહોતા પહોંચી શક્યા. અમે કાયમી સમાધાન કાઢ્યું. પાછલા 9 વર્ષમાં જ 48 કરોડ જનધન બેંક ખાતા ખોલાયા. તેમાંથી 32 કરોડ બેંક ખાતા ગ્રામીણ અને નાની જગ્યાઓ પર ખુલ્યા.
ADVERTISEMENT