મહેસાણા: ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે મહેસાણા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેમણે ઊંઝામાં એક જનસભાને આજે સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ગુજરાતના એક ધારાસભ્ય પાસે રૂ.20 હજાર કરોડની સંપત્તિ 5 વર્ષમાં બની ગઈ હોવાનો આરોપ મૂક્યો છે.
ADVERTISEMENT
કેજરીવાલે ફરી કર્યો IBના રિપોર્ટનો ઉલ્લેખ
ઊંઝામાં અરવિંદ કેજરીવાલે કહ્યું, મેં પાછલા જન્મમાં સારા કામ કર્યા હશે એટલે આટલો પ્રેમ મળી રહ્યો છે. જ્યાં જઈ રહ્યા છીએ ત્યાં લોકો પ્રેમ આપી રહ્યા છે. હું એક વાત કહેવા માગું છું કે અમે જેટલી પણ ગેરંટી આપી રહ્યા છીએ, તેને સરકાર બન્યા બાદ પૂરી કરવાની મારી ગેરંટી છે. આજે સમગ્ર ગુજરાતમાં એક ગજબની આંધી ચાલી રહી છે. ચારેય તરફ પરિવર્તનનો માહોલ છે. હું આજે તમને ખુશખબર આપું છે. કેન્દ્ર સરકાર પણ હલી ગઈ છે. 27 વર્ષ બાદ આપનું સિંહાશન ડોલી રહ્યું છે. કેન્દ્ર સરકારે પોતાની ખુફીયા એજન્સી મોકલી. IBનો રિપોર્ટ છે કે ગુજરાતની ચૂંટણીમાં AAPની સરકાર બનવા જઈ રહી છે.
કેજરીવાલે કહ્યું, હમણાં કોઈ મારા હાથમાં ચિઠ્ઠી આપી ગયું. લખ્યું છે એક ધારાસભ્ય 2 હજારની નોકરી કરતા હતા, હવે તેઓ 20 હજાર કરોડના માલિક છે.
હાલ 92-93 સીટથી સરકાર બની રહી હોવાનો દાવો
આ રિપોર્ટમાં હાલ 92-93 સીટના માર્જિનથી સરકાર બની રહી છે. જો માર્જિનથી સરકાર બનશે તો આ લોકો સરકાર તોડી નાખશે. એક મહિનો જોર લગાવી દો, 150 સીટ આવવી જોઈએ. મજબૂત સરકાર બનાવો, સ્થિર સરકાર બનાવો. દિલ્હીવાળાએ 70માંથી 67 સીટો આપી, પંજાબવાળાએ 117માંથી 92 સીટ આપી, ગુજરાતવાળા 182માંથી 150 સીટ આપી દો, તમામ વચનો પૂર્ણ કરીશું. આપણી સરકાર બનવાનું નક્કી છે. 8 ડિસેમ્બરે પરિણામ આવશે 15 ડિસેમ્બરે સરકાર બનશે.
ધારાસભ્ય પાસે 20 હજાર કરોડની સંપત્તિ હોવાનો આક્ષેપ
તેમણે કહ્યું કે, 27 વર્ષમાં આંદોલન કરનારા જે લોકો સામે કેસ કરાયા છે, તે તમામ સામેના કેસ પાછા લેવામાં આવશે. જે લોકોને આમણે નોકરીમાંથી બરતરફ કર્યા છે, તેમને પાછા લેવામાં આવશે. અમારી સરકાર બનતા જ છેલ્લા 5 વર્ષમાં જેટલા સૈનિકો શહીદ થયા તે તમામના ઘરે જઈને હું 1-1 કરોડ આપીશ.
ADVERTISEMENT