અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં તોડ જોડની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. કોઈ પણ ચૂંટણી આવે ત્યારે ગુજરાત કોંગ્રેસને સતત ફટકા પડી રહ્યા છે. ત્યારે હવે સૌરાષ્ટ્ર ઝોનના બે પાટીદાર નેતા આજે કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવી સંભાવના વચ્ચે ધારાસભ્ય લલીત વસોયાએ મહત્વનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, હું કોંગ્રેસમાં જ છું . અને કોંગ્રેસમાં જ રહેવાનો છું.
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસની સ્થિત એક સાંધે ત્યાં તેર તૂટે જેવી થઈ રહી છે. ત્યારે આજે કોંગ્રેસના બે ધારાસભ્ય લલીત વસોયા અને હર્ષદ રિબડિયા આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપે તેવી વાતો ચાલી રહી છે આ વચ્ચે પાટીદાર નેતા અને ધારાસભ્ય લલીત વસોયાએ કહ્યું કે, હું કોંગ્રેસમાં જ છું . અને કોંગ્રેસમાં જ રહેવાનો છું.
લલીત વસોયા અનેક વખત ભાજપના નેતા સાથે જોવા મળે છે આ ઉપરાંત ભાજપના નેતાઓના કાર્યક્રમમાં હાજરી આપે છે ત્યારે ભાજપ સાથે જોડાય તેવી અટકળો લાગી રહી છે. લલીત વસોયા પોતાના જાહેર બેનરમાં પણ કોંગ્રેસનો લોગો નથી લગાવી રહ્યા ત્યારે હવે ચુંટણી પહેલા કોંગ્રેસને કોણ ઝટકો આપશે તે જોવાનું રહ્યું.
ટિકિટ નહીં મળે તો કાર્યકર્તા બની રહેશે
થોડા સમય પહેલા ઉપલેટાના ભયાવદરમાં કોંગ્રેસ કાર્યકરોનું સંમેલન યોજાયું હતું તેમાં લલીત વસોયાએ કહ્યું હતું કે, ઉપલેટા ધોરાજી વિસ્તારમા હાલ નવ લોકો ટિકિટના દાવેદાર છે. જે પૈકી એક ઉમેદવાર લલિત વસોયા પણ છે. પાર્ટી જે કંઈ નિર્ણય કરે તેની સાથે હું સહમત છું. 2017 મા પાર્ટીએ મને ટીકીટ આપી હતી. આ વખતે કદાચ કોઈ અન્યને ટીકીટ આપશે તો હું કાર્યકર્તા તરીકે કામ કરીશ
અનેક વખત જયેશ રાદડિયા સાથે મળ્યા જોવા
લલીત વસોયા અનેક વખત ભાજપના ધારાસભ્ય સાથે જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા છે. થોડા દિવસ પહેલા ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા ફરીવાર ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા હતા. ખોડલધામ પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં લલિત વસોયાનો ફરીવાર ભાજપ પ્રેમ જોવા મળ્યો હતો. લલિત વસોયા સાથે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા જોવા મળ્યા હતા. સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા ભાજપના ધારાસભ્ય જયેશ રાદડીયા અને કોંગ્રેસના ધારાસભ્ય લલીત વસોયા એક મંચ પર દેખાયા હતા. આ પહેલા જામકંડોરણા ખાતે ધારાસભ્ય જયેશ રાદડિયાએ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું. જેમાં ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ હાજરી આપી હતી અને જયેશ રાદડિયાએ તેમનું સ્વાગત કર્યું હતું.
ADVERTISEMENT