ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરતના ટ્રાફિક DCP ને લખ્યો પત્ર, 7 દિવસમાં માંગ્યો જવાબ

અમદાવાદ: ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી છેલ્લા ઘણા સમય તંત્ર સામે લડી લેવાના મૂડમાં હોય તેમ એક બાદ એક લેટર બોમ્બ જાહેર કરી રહ્યા છે. થોડા…

gujarattak
follow google news

અમદાવાદ: ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી છેલ્લા ઘણા સમય તંત્ર સામે લડી લેવાના મૂડમાં હોય તેમ એક બાદ એક લેટર બોમ્બ જાહેર કરી રહ્યા છે. થોડા સમય પહેલા સુરત મનપા સામે ગંદકીના મામલે આંદોલનની ચીમકી આપી હતી ત્યારે આજે કુમાર કાનાણીનો વધુ એક પત્ર વાયરલ થયો છે. હવે ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ તંત્ર સામે સવાલ ઉઠાવ્યો છે. ત્યારે પ્રતિબંધિત સમય દરિયાન શહેરમાં લક્ઝરી બસોના કારણે ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે જેને લઈને DCPને પત્ર લખી જવાબ માંગ્યો છે.

વરાછા રોડ બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણી પોતાની સરકાર હોય કે તંત્ર હોય તેમની સામે સતત લડી રહ્યા છે. અનેક વખત તેમના પત્રો સામે આવી ચૂક્યા છે ત્યારે વધુ એક પત્ર સામે આવ્યો છે. આ પત્ર સુરત ટ્રાફિક DCPને લખ્યો છે. પત્રમાં પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો સુરત શહેર હદ વિસ્તારમાં પ્રવેશે છે તેવી ફરિયાદ કરી હતી. પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરતાં હોવા છતાં પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવતી નથી, તેનું કારણ જણાવવા કહ્યું હતું.

આ પણ વાંચો: હવે કૂતરાઓને પણ ટેક્સ આપવો પડશે! ગુજરાતમાં આ શહેરમાં પાલિકા પાળતુ શ્વાન પર ટેક્સ ઉઘરાવશે

જાણો શું લખ્યું પત્રમાં
સુરત શહેરમાં પોલીસ કિમશનરશ્રીના જાહેરનામાં મુજબ લક્ઝરી બસો માટે સવારે 7 થી રાત્રે 10 વાગ્યા સુધી તેમજ અન્ય ભારે વાહનો માટે સવારે 8 થી બપોરે 1 તથા સાંજે 5 થી રાત્રે 10 વાગ્યા સુધી પ્રતિબંધિત સમયમાં વાહનો ન પ્રવેશવા દેવા માટે જાહેરનામું છે, પરંતુ આ પ્રતિબંધિત સમયની અંદર જાહેરનામાનો ભંગ કરી કોઈપણ ડર વગર બેફામ વાહનો ચાલે છે, અને ટ્રાફિકની સમસ્યામાં અસહ્ય વધારો કરે છે, પરંતુ આવા વાહનો સામે પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, તો આવા વાહનોને પ્રતિબંધિત સમયની અંદર પ્રવેશવા ન દેવા માટેની સખત કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી, તેમનું કારણ મને લેખિતમાં દિન-7 માં જણાવશો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp