અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું પરિણામ જાહેર થઇ રહ્યુ છે. જનાદેશમાં કોંગ્રેસની કંગાળ સ્થિતિ જોવા મળી રહી છે. જનતા કોંગ્રેસને સત્તા સ્થાને તો નહીં બેસવાનો આદેશ આપતી પણ આ ચૂંટણીમાં જનતાએ કોંગ્રેસ માટે વિપક્ષનું સ્થાન પણ જોખમમાં મૂકી દીધું છે. વિધાનસભામાં 182 બેઠકમાંથી ભાજપે 150થી વધુ બેઠકો પર લીડ મેળવી લીધી છે. વિધાનસભામાં કોંગ્રેસ માટે વિપક્ષનું પદ પણ ખોઈ ચૂક્યું છે. . વિપક્ષના પદ માટે વિધાનસભામાં 19 બેઠક હોવી જરૂરી છે. કોંગ્રસે 5 વર્ષમાં ગુમાવ્યા એટલા પણ ના જીત્યા ધારાસભ્યો
ADVERTISEMENT
કોંગ્રેસે ગુજરાતમાં 20થી ઓછી સીટો મેળવી છે. અગાઉ તેનું કોંગ્રેસના ખરાબ પ્રદર્શનની વાત કરવાંમાં આવે તો 1990માં તેને 33 સીટ મળી હતી. આ વર્ષે કોંગ્રેસની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે, 16 જિલ્લામાં તેમના સૂપડા સાફ થઈ ગયા છે
16 જિલ્લામાં સફાયો
2017માં ગુજરાત વિધાન સભાના ઈલેક્શન વખતે કોંગ્રેસે પાટીદાર અનામતનો મુદ્દો ઉઠાવીને ભાજપને સરકાર બનાવવા આકરી ટક્કર આપી હતી. વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને 77 સીટ મળી હતી. જે 2012ની ચૂંટણી કરતાં 16 વધારે હતી. કોંગ્રેસે અત્યાર સુધીનું સૌથી કંગાળ પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી છે .
આ જિલ્લામાં એક પણ સીટ નથી મળી
વર્ષ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને અસ્તિત્વની ચૂંટણી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે 17 બેઠકો મળી છે. કોંગ્રેસે 16 જિલ્લામાં એક પણ બેઠક મેળવી નથી. ખેડા, ભાવનગર, બોટાદ, ગાંધીનગર, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છ, સુરેન્દ્રનગર, અરવલ્લી, ડાંગ, વડોદરા, વલસાડ, અમરેલી, ભરૂચ, તાપી જિલ્લામાં એક પણ સીટ કોંગ્રેસને મળી નથી.
5 વર્ષમાં ગુમાવ્યા એટલા પણ ધારાસભ્યો ન જીત્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ માટે ખૂબ ખરાબ પરિણામ લઈ ને આવ્યું છે. વર્ષ 2017થી વર્ષ 2022 સુધી કોંગ્રેસે જેટલા ધારાસભ્યો ગુમાવ્યા એટલા ધારાસભ્યો પણ કોંગ્રેસના 2022માં નથી જીત્યા. કોંગ્રેસે 20 થી વધુ ધારાસભ્યો ગુમાવ્યા છે. જ્યારે વર્ષ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસે 16 બેઠકો મેળવી છે અને 1 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે.
વર્ષ અને કોંગ્રેસની બેઠકો
1962- 113
1967- 93
1972- 140
1975- 75
1980- 141
1985- 149
1990- 33
1995- 45
1998- 53
2002- 51
2007- 59
2012- 61
2017- 77
2022- 17
વિપક્ષ પદ પણ ગુમાવ્યું
વિપક્ષના નેતાના પદ માટે મુખ્ય વિપક્ષી રાજકીય પક્ષ પાસે 10 ટકા બેઠકો હોવી જરૂરી નથી. સૌથી વધુ બેઠકો જેની પાસે હોય તે વિપક્ષી પક્ષના નેતાને મુખ્ય વિપક્ષી નેતાનું પદ આપી શકાય છે. કોંગ્રેસના 16 ધારાસભ્યો જીત્યા છે ત્યારે હવે કોંગ્રેસ વિપક્ષમાં પણ નહીં બેસી શકે.
ADVERTISEMENT