ભાર્ગવી જોશી/જુનાગઢ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે ટૂંક સમયમાં યોજાવાની છે. એવામાં ગુજરાતમાં મોટા નેતાઓની આવ-જા વધી છે. આ વચ્ચે બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે (Piyush Goyal) આજે જૂગનાઢમાં મા અંબાના દર્શન કર્યા હતા. આ દરમિયાન ગિરનાર પર યાત્રીઓ માટેની સુવિધાઓનો વિકાસ ન થતા કેન્દ્રિય મંત્રીએ ગુસ્સામાં અધિકારીઓને ખખડાવી નાખ્યા હતા.
ADVERTISEMENT
મંત્રી પિયુષ ગોયલે અધિકારીઓને ખખડાવ્યા
જ્યારે સાંજે અધિકારીઓ સાથે મીટિંગ હતી ત્યારે જ પિયુષ ગોયલે સીધા જ મહાનગર પાલિકાના કમિશનર, વન વિભાગના અધિકારી સુનીલ બેરેવાલ અને ગિરનાર વિકાસ યાત્રાધામ બોર્ડના સભ્યોને સીધો સવાલ પૂછ્યો હતો કે, ગિરનારનો વિકાસ કેમ અટક્યો છે? શૌચાલય, પીવાના પાણી જેવી સુવિધાઓનો વિકાસ ન થવા પર તેમણે અધિકારીઓનો ઉધડો લઈ લીધો હતો.
એકબીજાને ખો આપવા લાગ્યા અધિકારીઓ
મંજૂરીના કારણે એક-બીજાને ખો આપતા અધિકારીઓને ખખડાવીને કેન્દ્રિય મંત્રીએ વન વિભાગના અધિકારી સુનીલ બેરેવાલને તમામ કાગળ લાવવા કહ્યું હતું. આ સાથે જ તેમણે પર્યાવરણ મંત્રાલયની કોઈ મુશ્કેલી હોય કે દિલ્હીથી કોઈ મંજૂરીમાં મુશ્કેલી હોય તો હું ફોનથી મંજૂરી અપાવી દઉં તેમ પણ કહ્યું હતું. પરંતુ કામ થવું જોઈએ તેવી તાકીદ કરી હતી.
ગિરનાર પર યાત્રીઓને પારાવાર મુશ્કેલીઓ
નોંધનીય છે કે, ગિરનાર પર રોપ વે તો બન્યો પણ વિકાસના નામે ગિરનાર વિકાસ યાત્રાધામની કામગીરી શૂન્ય રહી છે. જેથી યાત્રિકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. વિકાસ મામલે કમિશ્નર, વન વિભાગ અને ગિરનાર વિકાસ યાત્રાધામ બોર્ડ એક બીજાને ખો આપતા કેન્દ્રિય મંત્રી અકળાયા હતા અને તાત્કાલિક બધા અધિકારીઓને દોડાવી તમામ પત્રો રજૂ કરવા તાકીદ કરી હતી.
ADVERTISEMENT