શાર્દુલ ગજ્જર/દાહોદ: રાજ્ય સહિત દેશભરમાં દશેરાના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં ઘણા શહેરોમાં રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વચ્ચે દાહોદમાં આદિવાસી સમાજ દ્વારા દશેરાના દિવસે આદિજાતિ મંત્રીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજ્યમાં થોડા સમયથી બોગસ આદિજાતિ પ્રમાણપત્રોને લઈને આદિવાસી સમાજમાં રોષ પ્રગટી રહ્યો છે, એવામાં તેમણે આજે મંત્રીના પૂતળા દહનથી આ અંગે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
ADVERTISEMENT
મંત્રી નિમિષા સુથાર વિરુદ્ધ નારા લગાવ્યા
દાહોદમાં મુવાલિયા ક્રોસિંગ પાસે આદિવાસીઓએ એકઠા થઈને રાવણની જગ્યાએ દશેરાના દિવસે મંત્રીના પૂતળાનું દહન કર્યું અને મંત્રી નિમિષા સુથારના વિરોધમાં ‘હાય… હાય’ના નારા લગાવ્યા હતા. દાહોદ મધ્ય પ્રદેશ-રાજસ્થાન બોર્ડરે આવે છે. ગુજરાતનું પહેલું ગામ છે ત્યાં 90 ટકા આદિવાસીઓ વસે છે.
બોગસ આદિજાતિ પ્રમાણપત્રનો વિરોધ
બોગસ આદિજાતિ પ્રમાણપત્રનો મુદ્દો ઘણા સમયથી ગુજરાતમાં વણઉકેલાયો રહ્યો છે. જેમાં પહેલી વખત આંદોલન થયું હતું. એમાં 2018નો કાયદો અને 2020ના નિયમના સંધાનમાં સખત રીતે આ કાયદા અને નિયમોનું પાલન કરવાનું હતું છતાંય આદિજાતિ વિભાગ કાયદા અને નિયમોનો ભંગ કરી અને નવા પરિપત્રો બનાવી અને જે બોગસ લોકો છે તેમને આદિજાતિ પ્રમાણપત્ર મળે તેવી ખુલ્લી બારીઓ રાખી રહી છે, જેમાં આદિવાસી સમાજને ખૂબ મોટું નુકસાન જઈ રહ્યું છે. અને 2018નો કાયદો અમલમાં આવ્યો એ પહેલા 1982 થી 2017 સુધીમાં કાયદા મુજબ બક્ષીપંચવાળાને બોગસ પ્રમાણપત્ર અપાયા હતા તે પણ રદ થયા નથી.
નિમિષા સુથાર પર છે આક્ષેપ
મંત્રી નિમિષાબેન સુથાર પંચમહાલ જિલ્લાના મોરવા હડફ બેઠકથી બીજી વખત ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા છે. તેમનું આદિવાસી પ્રમાણપત્ર ખોટું હોવાનો આક્ષેપ છે આ મામલે કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. તેમની પાસે આરોગ્ય વિભાગ અને આદિજાતિના મંત્રીનો હોદ્દો છે.
ADVERTISEMENT