છોટા ઉદેપુરમાં ‘મિની IPL’નું આયોજન, 6 ટીમના માલિકો વચ્ચે ખેલાડીઓ ખરીદવા હોડ જામી

નરેન્દ્ર પેપરવાલા/છોટાઉદેપુર: આ વર્ષે માર્ચ મહિનાથી IPLની ફીવર શરૂ થઈ રહ્યો છે. IPLની શરૂઆતથી દેશમાં ક્રિકેટનો ક્રેઝ ખૂબ જ વધ્યો છે. સ્થાનિક સ્તેર શહેરો અને…

gujarattak
follow google news

નરેન્દ્ર પેપરવાલા/છોટાઉદેપુર: આ વર્ષે માર્ચ મહિનાથી IPLની ફીવર શરૂ થઈ રહ્યો છે. IPLની શરૂઆતથી દેશમાં ક્રિકેટનો ક્રેઝ ખૂબ જ વધ્યો છે. સ્થાનિક સ્તેર શહેરો અને ગામડાઓમાં પણ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાઈ રહ્યું છે. ત્યારે છોટા ઉદેપુરનાના નસવાડીમાં ક્રિકેટ ટેલેન્ટને પ્રોત્સાહીત કરવા માટે ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

85 ખેલાડીઓની હરાજી કરાઈ
નસવાડી ટાઉનમાં ક્રિકેટને પ્રોત્સાહિત કરવા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં ‘ફિટ ઇન્ડિયા, ફિટ ગુજરાત, ફિટ નસવાડી’ના સૂત્ર સાથે નસવાડીના ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ખેલાડીઓના ટેલેન્ટ બહાર લાવવાના હેતુથી 85 જેટલા ખેલાડીઓના ઓક્શનનું આયોજન કરાયું છે. જેમાં આદિવાસી વિસ્તારના યુવાનો, વિદ્યાર્થીઓ ક્રિકેટના ઓક્શનમાં જોડાયા હતી. નસવાડી ટાઉનના કેટલાક મહાનુભાવો અને સારા ગ્રામજનો દ્વારા નસવાડી મોર્નિગ પ્રિમીયર ક્રિકેટ લીગ ઓક્શનનું આયોજન કરાયું હતું.

આ પણ વાંચો: વડોદરામાં બીયર સાથે ઝડપાયેલા બુટલેગર પાસેથી 50 હજારનો તોડ કરીને પોલીસે ભગાડી દીધો!

11થી 26 જાન્યુઆરી સુધી ચાલશે ટૂર્નામેન્ટ
આ ઓક્શનમાં જી.બી રોયલ્સ, વિધાણી સુપર કિંગ, યુનિટી વોરિયર્સ, અલ્તાફ લાયન, એ.બી ચેલેન્જર્સ, એસ.બી ટાઈગર્સ આમ છ ફ્રેંચાઈજી ઓનર દ્વારા ખેલાડીઓ ઉપર બોલી લગાવામાં આવી હતી અને 85 જેટલા ક્રિકેટ ખેલાડીઓની બોલી લાગી હતી. જેમાં એક ફ્રેંચાઈજીને એક કરોડ પોઇન્ટ આપવામાં આવ્યા હતા. જેમાં ખેલાડીઓની બોલી લાગી હતી. એકંદરે આઈપીએલની જેમ ખેલાડીઓની બોલી લાગી હતી અને સફળ કાર્યક્રમ રહ્યો હતો. આ ખેલાડીઓની ક્રિકેટ મેચ 11 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી ચાલશે. કાર્યક્રમમાં નસવાડીના મહાનુભૂવો હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ખેલાડીઓની બોલી લગાડવામાં આવી જેમાં એક લાખ 5 લાખ પોઈન્ટ આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: સુરતમાં મહિલાએ જ્વેલર્સની દુકાનમાં કારીગરોનું ધ્યાન ભટકાવી દાગીના સેરવી લીધા, જુઓ CCTV

10-10 ઓવરની મેચ રમાશે
10-10 ઓવરની આ ટૂર્નામેન્ટ સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને સવારે જ 8.30 સુધીમાં ખતમ થઈ જશે. આ ટૂર્નામેન્ટ પાછળનો હેતુ લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ કરવાનો તથા ક્રિકેટરમાં ખાસ રસ ધરાવતા ટેલેન્ટને આગળ આવવામાં તક મળે એવો છે. ટૂર્નામેન્ટમાં વિજેતા ટીમને ટ્રોફી પણ આપવામાં આવશે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp