સાવધાન: કરોડો Google Chrome યુઝર્સ ખતરામાં, સરકારે જાહેર કરી ચેતવણી

Google Chrome High-Risk Warning: શું તમે પણ ઈન્ટરનેટ બ્રાઉઝિંગ માટે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરો છો, તો હવે સાવચેત થઈ જાવ કારણ કે તમે અત્યારે ખૂબ જ જોખમમાં છો.

Google Chrome યુઝર્સ સાવધાન

Google Chrome High-Risk Warning

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ગૂગલ ક્રોમના યુઝર્સ સાવધાન

point

સરકારે જાહેર કરી ચેતવણી

point

મળી આવી છે અનેક ખામીઓ

Google Chrome High-Risk Warning: શું તમે પણ ઈન્ટરનેટ બ્રાઉઝિંગ માટે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરો છો, તો હવે સાવચેત થઈ જાવ કારણ કે તમે અત્યારે ખૂબ જ જોખમમાં છો. હેકર્સ તમારા પર્સનલ ડેટાથી લઈને બ્રાઉઝરને સંપૂર્ણપણે ક્રેશ પણ કરી શકે છે. જી હાં, ભારત સરકારની સાઈબર સુરક્ષા એજન્સી CERT-In એટલે ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે  Google Chrome યુઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે. 

આ વર્ઝનવાળા યુઝર્સ ખતરામાં

તેની લેટેસ્ટ નોટ- CIVN-2024-0085માં CERT-In એ Windows અને Mac બંને ઓપરેટિંગ સિસ્ટમ માટે 122.0.6261.11/2 પહેલાના Google Chrome વર્ઝનમાં ઘણી ખામીઓ વિશે જણાવ્યું છે. આ ખામીઓને સેવરિટી ઓફ હાઈ રેટિંગની સાથે લિસ્ટ કરવામાં આવી છે, જે યુઝર્સ પર મંડરાઈ રહેલા ખતરાને દર્શાવે છે. 

હેકર્સ સિસ્ટમ કરી શકે છે કંટ્રોલ

CERT-Inની Vulnerability નોટ  CIVN-2024-0085 Google Chrome બ્રાઉઝરમાં શોધાયેલી કેટલીક નબળાઈઓને વિગતવાર દર્શાવે છે. હેકર્સ આ નબળાઈઓનો ફાયદો ઉઠાવીને સેન્સિટિવ ડેટા ચોરી કરી શકે છે,  અહીં સુધી કે હેકર્સ તમારી સિસ્ટમ પર કંટ્રોલ પણ કરી શકે છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી સેફ્ટી નોટ (Safety Note)થી એ પણ જાણવા મળે છે કે આ ખામીઓ ગૂગલ ક્રોમ (Google Chrome)ના કયા ભાગમાં છે. ચાલો આ વિશે પણ જાણી લઈએ. જાણકારી અનુસાર, પહેલો બગ  “Use-after-free” ફીચરની અંદર મળ્યો છે, જેનો ઉપયોગ કરીને હેકર્સ બ્રાઉઝરની મેમરીમાં ચેડા કરી શકે છે, સાથે જ તેનો કોડ પણ એડિટ કરી શકે છે.

JavaScript Engine, V8

Google Chromeના JavaScript એન્જીન, V8માં “Out of bounds memory access” અને “inappropriate implementation” થી સંબંધિત ખામીઓ વિશે પણ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. આ ખામીઓ હેર્ક્સને ખતરનાક કોડ નાખવામાં અથવા તમારા બ્રાઉઝરને ક્રેશ કરવામાં સક્ષમ કરી શકે છે, જે ખૂબ જ ખતરનાક છે. 

ફટાફટ અપડેટ કરો બ્રાઉઝર

CERT-In અનુસાર, હેકર્સ તમારી સિસ્ટમ પર ખાસ રીતે તૈયાર કરવામાં આવેલ વેબપેજ મોકલીને આ ખામીઓનો લાભ ઉઠાવી શકે છે. એકવાર જ્યારે યુઝર આ વેબપેજ પર વિઝિટ કરે છે, ત્યારે ક્રોમની અંદર હાજર ખામીઓનો લાભ ઉઠાવીને હેકર્સ અનેક પ્રકારથી તમારી સિસ્ટમ પર એટેક કરી શકે છે. જો તમે પણ ગૂગલ ક્રોમનો ઉપયોગ કરો છો તો અત્યારે જ તમારા બ્રાઉઝરને લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરી લો. 

    follow whatsapp