નર્મદા જિલ્લામાં મધ્યાહન ભોજનના 1200 કર્મચારીઓને ત્રણ મહિના થવા છતાં પગારથી મળ્યો

નરેન્દ્ર પેપરવાલા/નર્મદા: દિવાળીના પર્વ નિમિત્તે લોકો પોતાની મર્યાદા અને પોતાની આવક પ્રમાણે નવા વર્ષની ઉજવણી કરતા હોય છે, મીઠાઈ ખાતા હોય છે નવા કપડાં ખરીદતા…

gujarattak
follow google news

નરેન્દ્ર પેપરવાલા/નર્મદા: દિવાળીના પર્વ નિમિત્તે લોકો પોતાની મર્યાદા અને પોતાની આવક પ્રમાણે નવા વર્ષની ઉજવણી કરતા હોય છે, મીઠાઈ ખાતા હોય છે નવા કપડાં ખરીદતા હોય છે. ત્યારે નર્મદા જિલ્લામાં મધ્યાહન ભોજનમાં ફરજ બજાવતા ગરૂડેશ્વર તીલકવાળા અને ડેડીયાપાડા તાલુકાના મધ્યાહન ભોજનના કર્મચારીઓની હાલત કફોડી બની છે. નર્મદા જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ વિદ્યાર્થી કામ કરાવતા સંચાલકો, રસોઇયાઓ, મદદનીશોને છેલ્લા બે મહિનાથી વેતન મળ્યું નથી.

1200 કર્મચારીઓ પગારથી વંચિત
આટલું જ નહીં ત્રીજો મહિનો થવા આવ્યો ઉપરાંત મધ્યાહન ભોજન માટે શાકભાજી, ગેસ મસાલાનો ખર્ચ મળતો હોય તે પણ એક મહિનાનો મળ્યો નથી. જેના કારણે કર્મચારીઓની તેઓની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તીલકવાળા તથા ડેડીયાપાડા તાલુકામાં કુલ 1200 જેટલા સંચાલકો, રસોયા, સહાયકો કામ કરી કર્યા છે. જોકે તહેવાર ટાણે જ પગાર ન મળતા તેઓ મોટી મુશ્કેલીમાં મૂકાયા છે.

દિવાળી સમયે જ પગાર અટકવાતા કર્મચારીઓના પરિવાર મુશ્કેલીમાં
નોંધનીય છે કે આ કામગીરીની અંદર વિધવા મહિલાઓ, તેમજ ગરીબ પરિવારના કર્મચારીઓ કામ કરતા હોય છે. ત્યારે દિવાળીના તહેવાર સમયે જ તેમને છેલ્લા બે મહિનાનો પગાર ન મળતા તેઓ વધુ મુશ્કેલીમાં મૂકાયા છે. ઉપરાંત તેઓને શાળામાં મધ્યાહન ભોજનની વસ્તુઓ ખરીદવાનો પણ એક મહિનાથી આપવામાં આવ્યો નથી. એવામાં આ 1200 કર્મચારીઓના પરિવારની હાલત દયનીય બની ગઈ છે.

    follow whatsapp