વડોદરાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ તરફથી કેસરિયો લહેરાવવા માટે દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતરી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન વિધાનસભા ચૂંટણી પહેલા અમિત શાહ વડોદરાની મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણે મધ્ય ગુજરાતના નેતાઓ સાથે ચૂંટણીલક્ષી ચર્ચા કર્યું હોવાનું બહાર આવ્યું હતું. જોકે આ દરમિયાન ટિકિટ મુદ્દે કોઈપણ ચર્ચા જ ન થઈ હોવાનું એક ધારાસભ્યએ જણાવ્યું હતું. ચલો આપણે સમગ્ર ઘટના પર નજર કરીએ…
ADVERTISEMENT
બેઠકમાં ટિકિટને લઈને કોઈ ચર્ચા જ ન થઈ હોવાની માહિતી…
ગુજરાતમાં પોતાનો જીતનો ધ્વજ લહેરાવવા માટે ભાજપ અત્યારે સમજી વિચારીને રણનીતિ બનાવી રહ્યું છે. તેવામાં અમિત શાહના વડોદરા પ્રવાસ પછી મધ્ય ગુજરાત ફતેહ કરવાની અને ચર્ચાઓ વિવિધ આગેવાનો સાથે થઈ હતી. તેવામાં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ચર્ચા બેઠક પછી સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે શું ચર્ચા થઈ એ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ એક દિવાળીની શુભેચ્છા મુલાકાત જ હતી. અહીં અત્યારે ટિકિટ મુદ્દે બિલકુલ ચર્ચા થઈ નથી.
ચૂંટણી પ્રચારને લઈને બેઠક થઈ હોવાનું અનુમાન
અમિત શાહે મધ્ય ગુજરાતમાં ભાજપને જીત અપાવવાનો મંત્ર આપી દીધો છે. તેમણે ધારસભ્યો, સાંસદો, બેઠકના પ્રભારીઓ, અધ્યક્ષ સહિત વિવિધ હોદ્દેદારોની હાજરીમાં બેઠકનું આયોજન કર્યું હતું. આ દરમિયાન તેમણે ચૂંટણીમાં શું કરવુ તથા ન કરવું એ અંગે ચર્ચા વિચારણા પણ કરી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. જોકે ચિંતન દરમિયાન ટિકિટનો મુદ્દો બહાર જ ન આવ્યો હોવાની વાત સામે આવી રહી છે.
ADVERTISEMENT