Bill Gates Enjoys Tea Dolly Chaiwala : માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ હાલમાં ભારતના પ્રવાસે છે. ભારતની મુલાકાત દરમિયાન તેમણે એક વીડિયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ખરેખર બિલ ગેટ્સ સોશિયલ મીડિયા પર ફેમસ 'ડોલી ચાયવાલા'ની પાસે ચા પીવા પહોંચ્યા હતા.
ADVERTISEMENT
બિલ ગેટ્સ 'ચા' પીવા પહોંચ્યા
બિલ ગેટ્સે સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ ચાની મજા માણતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં બિલ ગેટ્સ કહી રહ્યા છે કે 'એક ચા પ્લીઝ'. આ પછી ડોલી તેમને ચા બનાવીને પીવડાવતો જવા મળી રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદથી જ વાયરલ થઈ રહ્યો છે.
ડોલીને ચા બનાવતા જોઈ રહ્યા છે બિલ ગેટ્સ
બિલ ગેટ્સ જ્યારે ચાનો આર્ડર આપે છે, ત્યારે ડોલી ચાવાળો ચા બનાવવાનું શરૂ કરે છે. બિલ ગેટ્સ ત્યાં ઉભા રહીને ડોલીને પોતાની સ્ટાઈલમાં ચા બનાવતા જોઈ રહ્યા છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે તમને ભારતમાં દરેક જગ્યાએ કંઈક નવું જોવા મળશે.
વીડિયો પર લોકો આપી રહ્યા છે પ્રતિક્રિયા
એક યુઝરે લખ્યું કે, વાહ, ડોલીની કિસ્મત ચમકી ગઈ હશે, બિલ ગેટ્સે 10/20 કરોડ તો ટિપ આપી જ હશે. અન્ય એક યુઝરે લખ્યું કે ડોલીએ નાગપુરનું નામ રોશન કર્યું છે. તો એક યુઝરે લખ્યું કે, હું પણ ચાની દુકાન ખોલીશ. હું એલોન મસ્કની સાથે મંગળ પર ચાની કીટલી ખોલીશ.
11 લાખથી વધુ લોકો કરી ચૂક્યા છે લાઈક
આપને જણાવી દઈએ કે, આ સમાચાર લખાયા ત્યા સુધીમાં આ વીડિયોને 11 લાખથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT