અમદાવાદ-ગાંધીનગર મેટ્રોનું કામ અંતિમ તબક્કામાં, આ મહિનાથી શરૂ થશે ટ્રાયલ

Metro phase 2 : અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલ ફેઝ-2નું કામ તેના અંતિમ તબક્કામાં છે. હાલ ગાંધીનગરવાસીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે મેટ્રે…

gujarattak
follow google news

Metro phase 2 : અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલ ફેઝ-2નું કામ તેના અંતિમ તબક્કામાં છે. હાલ ગાંધીનગરવાસીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે મેટ્રે રેલ ફેઝ-2 નું ટ્રાયલ એપ્રિલ માસમાં શરૂ થશે. ગિફ્ટ સિટી પાસે સાબરમતી નદી પર મેટ્રો બ્રિજનું કામ તેના છેલ્લા તબક્કામાં છે.સાબરમતી નદી પર બ્રિજનાં 23 માંથી 22 સ્પાન લગાવી દેવામાં આવ્યા છે. મેટ્રોની રેલિંગ, પાટા અને સિગ્રનલનાં સપ્લાયનું કામ થોડા સમયમાં શરૂ કરવામાં આવશે.

મેટ્રો શરૂ થતાં લાખો લોકોને રાહત

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ફેઝ-2નું કામ જોરશોરથી ચાલી રહ્યું છે.ત્યારે હાલ અમદાવાદથી ગાંધીનગર ગીફ્ટ સિટી સુધીનાં મેટ્રોનાં રૂટની કામગીરીને અપડેટ આવી રહ્યું છે. એપ્રિલમાં કામગીરી પૂર્ણ થયા બાદ આ રુટ પર ટ્રાયલ શરૂ કરવામાં આવશે. અમદાવાદ-ગાંધીનગર મેટ્રો શરૂ થવાથી લાખો લોકોને ખૂબ જ રાહત મળશે.

સાબરમતી નદી તેમજ નર્મદા નદી પરના બે મોટા પુલોની કામગીરી પૂર્ણ

 

મેટ્રો ફેઝ-2 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 અને ગિફ્ટ સીટીનાં 20 કિ.મી. પર તૈયાર કરવામાં થઈ રહ્યું છે. અપડેટ પ્રમાણે સાબરમતી નદી તેમજ નર્મદા નદી પરના બે મોટા પુલોની કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે.નવા વર્ષમાં એપ્રિલ મહિનાથી અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો દોડવાની શરૂઆત થશે.

 

    follow whatsapp