અમદાવાદઃ વડાપ્રધાન મોદીએ અમદાવાદીઓને મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની સફળતાથી નવી ભેટ આપી છે. જોકે આને અમદાવાદીઓ દ્વારા પણ કબૂલ કરવામાં આવી છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેનના બીજા રૂટ પરની સફર કરવાનું સપનું સ્થાનિકોનું સાકાર થઈ ગયું છે. ગઈકાલે ફેઝ 1ના ઉત્તર અને દક્ષિણ ઝોનને મોટેરાથી વાસણા APMC સુધીની મેટ્રો ટ્રેનો શરૂ થઈ ગઈ છે. જેના પહેલા દિવસે જ ઘણા લોકોએ આમાં મુસાફરી કરી હતી.
ADVERTISEMENT
પહેલા દિવસે 10 હજારથી વધુ લોકોએ કરી મુસાફરી
મેટ્રો ટ્રેનમાં APMC- મોટેરા રૂટ નવો શરૂ થતાની સાથે જ પહેલા દિવસે મુસાફરોથી ટ્રેન ખીચોખીચ ભરાઈ ગઈ હતી. રિપોર્ટ્સ પ્રમાણે આ રૂટ પર 10 હજારથી વધુ લોકોએ મુસાફરી કરી હતી. જેના પરિણામે કુલ દોઢ લાખ રૂપિયાની આવક થઈ હતી, જ્યારે કોરિડોર-1ના રૂટ પર 10 હજાર 149 લોકોએ મુસાફરી કરી હતી.
કેવો રહ્યો નજારો…
અમદાવાદીઓ જ્યારે મેટ્રોમાં બેઠા ત્યારે પૂરપાટ ઝડપે દોડતી મેટ્રો ટ્રેનમાં અમદાવાદના અદભૂત નજારાઓ જોવા મળ્યા હતા. મોટેરા સ્ટેશનથી જે મુસાફરી કરવા બેસે છે તેને નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો શાનદાર નજારો જોવા મળે છે. ફેઝ-1 PM મોદીએ જે રૂટનું ઉદઘાટન કર્યું એ પૂર્વ અને પશ્ચિમ ઝોનને જોડતું હતું, હવે ફેઝ-2માં ઉત્તર અને દક્ષિણ રૂટ શરૂ થઈ જતા અમદાવાદમાં સંપૂર્ણપણે મેટ્રો દોડતી થઈ ગઈ છે.
ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે
બીજા તબક્કામાં વાસણા APMCથી મોટેરા સુધી દોડતી થઈ હતી. આ દરમિયાન 18 કિમીના રૂટ પર મેટ્રો ટ્રેન સેવાની શરૂઆત થતા મોટી સંખ્યામાં લોકો અહીં મુસાફરી કરવા માટે પહોંચ્યા હતા. વળી આનો બીજો ફાયદો એ છે કે અમદાવાદમાં દિવસેને દિવસે ટ્રાફિકનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તેવામાં મેટ્રો ટ્રેનની શરૂઆત થતા લોકોને આંશિક રીતે આમા રાહત પણ મળશે તથા સમય અને રૂપિયાની પણ બચત થઈ શકશે.
ADVERTISEMENT