ગાંધીનગર: ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે. ઠંડા પવનોના કારણે ગુજરાતના લોકો હાડથીજવતી ઠંડીમાં ઠુંઠવાયા હતા. ગુજરાતમાં હજી પણ ઠંડી રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે રાજ્યમાં ઠંડી સાથે કમોસમી વરસાદ પણ વરસશે. 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ADVERTISEMENT
રાજ્યમાં નવા વર્ષની શરૂઆતથી જ ઠંડીએ જોર પકડયું હતું, ત્યારે હજુ ઠંડીનું જોર યથાવત રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. ત્યારે બનાસકાંઠા અને પાટણમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ઠંડીનો ચમકારો રહેશે યથાવત
એક તરફ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે બીજી તરફ ઠંડીનો ચમકારો યથાવત રહશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમાં મોહંતીએ કહ્યું કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવની આગાહી છે. 24 કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એપ્રોચ કરશે જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવ રહેશે. ત્યારે 24 કલાક બાદ 4 ડિગ્રી તાપમાન વધતા ઠંડીમાં આંશિક રાહત થશે.
આગામી 24 કલાકમાં અહી કોલ્ડ વેવની આગાહી
રાજ્યમાં એક તરફ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ ઠંડી પણ યથાવત રહેશે. 28 જાન્યુઆરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાદ 29 જાન્યુઆરીથી 3 થી 4 ડિગ્રી તાપમાં વધતા ફરી ઠંડી માં ફરી વધારો થશે. ત્યારે આગામી 24 કલાકમાં સારાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ તથા કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં આજે પણ ઈન્કમટેકસના દરોડા યથાવત, જામનગરની શીપના સ્પેરપાર્ટસ બનાવતી પેઢી પર તવાઈ
જાણો રાજ્યભરનું તાપમાન
નલિયા. 5.8
ભુજ. 9.7
રાજકોટ. 8.7
પોરબંદર. 9
દિવ. 9.9
સુરેન્દ્રનગર. 9.9
કેસોદ. 8.9
ડીસા. 9.1
ગાંધીનગર. 9.2
અમદાવાદ. 10.4
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT