અમદાવાદ: આજે વિક્રમ સંવત 2079ના પહેલા દિવસે એટલે કે નવા વર્ષથી બુધ ગ્રહ કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ધન, બુદ્ધિ, વ્યાપાર, તર્ક, વાણીના કારક બુધ 19 નવેમ્બરે 2022 સુધી તુલા રાશિમાં રહેશે. બુધનું આ રાશિ પરિવર્તન તુલા રાશિમાં 4 ગ્રહોની યુતિ કરાવી રહ્યું છે. તુલા રાશિમાં પહેલાથી જ સૂર્ય, શુક્ર અને કેતુ છે. આ રીતે તુલા રાશિમાં હવે 4 મહત્વપૂર્ણ ગ્રહોની ઉપસ્થિતિથી અદભૂત સંયોગ બની રહ્યો છે. ગ્રહોનો આ સંયોગ 4 રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સાબિત થશે.
ADVERTISEMENT
બુધના રાશિ ગોચરથી આ રાશિના જાતકોને થશે લાભ
મિથુન: બુધનું તુલામાં ગોચર મિથુન રાશિના જાતકો માટે શુભ ફળ આપનારું હશે. તેમને કરિયરમાં લાભ થશે. આવક વધશે. ખાસ તો વિદ્યાર્થીઓને લાભ થશે. એકાગ્રતા વધશે. માન-સન્માન વધશે. વાણીના દમ પર કામ થશે.
કર્કઃ બુધનું ગોચર કર્ક રાશિના જાતકોના જીવનમાં પારિવારિક શાંતિ લાવશે. તેમને ધન લાભ થવાની પ્રબળ સંભાવના છે. સેલેરી વધી શકે છે. નોકરિયાત લોકોની આર્થિક સ્થિતિ પણ સારી થશે. વેપારીઓને મોટી ડીલ નક્કી થઈ શકે છે. વિદ્યાર્થીઓને લાભ થશે.
સિંહ: બુધનું રાશિ ગોચર સિંહ રાશિના જાતકોના સંબંધ વધુ સારા કરશે. ભાઈ-બહેન વચ્ચે પ્રેમ વધશે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. બધા તમારી વાત સાંભળશે અને માનશે. કરિયરમાં નવી તકો મળી શકે છે. ધર્મ-કર્મમાં રસ વધશે. સમાજમાં માન-સન્માન વધશે.
ધન: બુધનું રાશિ પરિવર્તન ધન રાશિના જાતકોને ધન લાભ કરાવશે. પૈસા કમાવવાની તક મળશે. આવક વધવાથી પૈસા સાથે જોડાયેલી સમસ્યાઓ ખતમ થશે. રાહતનો અનુભવ થશે. કરિયરમાં સુખ-સમૃદ્ધિ, શાંતિ વધશે. શુભ સમાચાર મળશે. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે.
ADVERTISEMENT