Funny Memes: મેં સત્તામાં આતા હું સમજ મેં નહીં…બિહારમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે Nitish Kumar ના ફની મીમ્સ વાયરલ

આજે નીતિશ કુમારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીને ફરી સત્તા પરિવર્તન કર્યું નીતિશ કુમારને લઈ ઘણા ફની મીમ્સ સોશિયલ મીડિયા પર વાયરલ રાજકારણમાં તેમને ‘પલ્ટુરામ’નું…

Bihar Political Crisis

Bihar Political Crisis

follow google news
  • આજે નીતિશ કુમારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીને ફરી સત્તા પરિવર્તન કર્યું
  • નીતિશ કુમારને લઈ ઘણા ફની મીમ્સ સોશિયલ મીડિયા પર વાયરલ
  • રાજકારણમાં તેમને ‘પલ્ટુરામ’નું ટૅગ મળ્યું

Bihar Political Crisis: બિહારમાં આજે નીતિશ કુમારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીને ફરી સત્તા પરિવર્તન કર્યું છે. નીતીશ કુમારે બીજેપીના સમર્થનમાં આજે ફરી સરકાર બનાવી દીધી છે. રાજકારણમાં તેમને ‘પલ્ટુરામ’નું ટૅગ મળ્યું છે. હાલ લોકો સોશિયલ મીડિયામાં ખૂબ જ આ વાતને લઈ ખૂબ જ મજા લઈ રહ્યા છે. નીતિશ કુમારને લઈ ઘણા ફની મીમ્સ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે.

મેં સત્તામાં આતા હું સમજ મેં નહીં

બિહાર એક તરફ રાજકીય ઉથલપાથલ થઈ રહી છે તો બીજી તરફ સોશિયલ મીડિયા પર લોકો આ વાત પર ફની મીમ્સ બનાવી રહ્યા છે. એક યુઝરે નીતીશ કુમારના ફોટા સાથે મીમ શેર કરતાં લખ્યું કે- મેં સત્તામાં આતા હું સમજ મેં નહીં

‘પલટુરામ’ પર ગીત વાયરલ

તો બીજી તરફ રાજકીય ‘પલટુરામ’ એટલે કે નીતિશ કુમારને લઈ એક ગીત પણ વાયરલ થઈ રહ્યું છે. જેમાં નીતીશ કુમારનું નામ લીધા વિના તેમના પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. વીડિયોમાં બે મહિલાઓ ગીત ગાઈ રહી છે. આ ગીતનું શીર્ષક છે- એક હમારે પલ્ટુરામ, 100 સે જ્યાદા ઉનકે ધામ..

ઑફર લેટર હાથમાં હોય તો..

નીતિશ કુમારે આજે જ રાજીનામું આપી દીધું છે અને આજે તેઓએ ભાજપ સાથે મળીને સરકાર બનાવી લીધી છે. ત્યારે આ વાત પર એક મીમમાં લખવામાં આવ્યું કે, જો તમારી પાસે ઑફર લેટર હાથમાં હોય તો રાજીનામું આપવાની મજા જ અલગ છે.

ધીસ ઈઝ બિહાર…

અન્ય એક મીમ વાયરલ થઈ રહ્યો છે જેમાં ‘મહારાણી’ વેબ સિરીઝનો એક ભાગ બતાવવામાં આવ્યો છે કે-ધીસ ઈઝ બિહાર…જબ આપકો લગેગા કિ આપને બિહાર કો સમજ ગયે હૈ, બિહાર આપકો ઝટકા દેતા હૈ..

 

    follow whatsapp