Mehsana News: વડનગરના વલાસણા ગામમાં આજે જન્માષ્ટમીના ઉત્સવના દિવસે શોકના સમાચાર આવ્યા છે. અહીં વલસાણાની સાબરમતી નદીમાં ચાર યુવાનો ડૂબી ગયાની ઘટના બની છે. યુવાનો ડુબવાની જાણકારી મળતા તેમને બચાવવાનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં 1 યુવાનને બચાવી લેવાયો છે. જોકે ત્રણ યુવાનો મૃત્યુ પામ્યા છે.
ADVERTISEMENT
પેરેંટ્સનું 3 વર્ષથી નાના બાળકને પ્રી-સ્કૂલ મોકલવું ગેરકાયદેઃ ગુજરાત હાઈકોર્ટ
લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા સિવિલ હોસ્પિટલ
વડનગરના વલાસણા પાસેથી વહેતી સાબરમતી નદીમાં ચાર યુવાનો ડૂબવાની ઘટના બની છે. જેમાં ત્રણ યુવાનો મૃત્યુ પામ્યા છે. આ ઘટનામાં એક યુવાનને બચાવી લેવાયાની જાણકારી સામે આવી રહી છે. ત્રણેય યુવાનો ગામના રાજપૂત પરિવારના હોવાનું સામે આવ્યું છે. યુવાનોના મોતની જાણકારીએ પરિવારને ઘણો આઘાત પહોંચાડ્યો હતો. જન્માષ્ટમીમાં ખુશીનો માહોલ અચાનક માતમમાં પરિણમ્યો હતો. લોકો પણ મોટી સંખ્યામાં વડનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. મૃતક યુવાનોની લાશોને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
ADVERTISEMENT