ગાંધીનગરઃ મેધા પાટકર ભારત જોડો યાત્રામાં જોડાઈ જતા મોટો વિવાદ થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ અંગે ટ્વીટ કરીને કોંગ્રેસને ગુજરાત વિરોધી માનસિકતા ધરાવતી ઠેરવી દીધી છે. તેમણે આ અંગે રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું છે. વઘુમાં કહ્યું છે કે જેમણે ગુજરાતને દશકાઓ સુધી પાણીથી વંચિત રાખ્યું છે તેમને ભારત જોડો યાત્રામાં સામેલ કરવાનું ગુજરાત સ્વીકારશે નહીં.
ADVERTISEMENT
મેધા પાટકર ભારત જોડો યાત્રામાં જોડાયા
ઉલ્લેખનીય છે કે મેધાપાટકરે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પ્રોજેક્ટ સામે ઝૂંબેશ ચલાવી હતી. તેવામાં હવે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં મેધા પાટકર જોડાતા એના પડઘા ગુજરાત સુધી પહોંચ્યા છે. કોંગ્રેસના ભારત જોડો નામના સોશિયલ મીડિયા એકાઉન્ટે મેધા પાટકર રેલીમાં જોડાયા એ અંગે ટ્વીટ કરતા લખ્યું કે જ્યારે તમે સમાજ માટે કઈ કરો છો તો સમાજ કલ્યાણમાં લાગેલા લોકો સામે ચાલીને તમારી સાથે જોડાઈ જાય છે. ભારત જોડો યાત્રામાં મેધા પાટકર પણ સામેલ થયા છે.
ભાજપે કર્યો વિરોધ, મુખ્યમંત્રીએ ટ્વિટ કરી કહ્યું…
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને કહ્યું કે, કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ વારંવાર ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે તેમની દુશ્મનાવટ દર્શાવી છે. મેધા પાટકરને તેમની યાત્રામાં કેન્દ્રિય સ્થાન આપીને, રાહુલ ગાંધી સ્પષ્પપણે દર્શાવે છે કે તેઓ એવા તત્વો સાથે ઉભા છે જેમણે દાયકાઓ સુધી ગુજરાતીઓને પાણી આપવાનો ઇનકાર કર્યો હતો. ગુજરાત આ સહન નહીં કરે.
ADVERTISEMENT