ગાંધીનગર: રાજ્ય સરકારે ગુજરાતી ભાષામાં મેડિકલનો અભ્યાસ કરી શકાય તેવું આયોજન કર્યું છે. સરકારે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે, આગામી વર્ષથી વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં પણ મેડિકલનો અભ્યાસ કરી શકશે. એટલે કે વિદ્યાર્થીઓને મેડિકલના અભ્યાસક્રમમાં અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષાનો પણ વિકલ્પ મળશે. આ સાથે જ ટેકનિકલ સહિતના અભ્યાસક્રમોમાં પણ ગુજરાતીમાં અભ્યાસ કરી શકાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
ભાષાના કારણે નહીં ખરાબ થાય હોશિયાર વિદ્યાર્થીનું ભવિષ્ય
નોંધનીય છે કે, ઘણા હોંશિયાર વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષાને કારણે મેડિકલ સહિતના અભ્યાસમાં જઈ શકતા નથી. એવામાં અભ્યાસમાં ભાષા ન નડે તે માટે નવી શિક્ષણ નીતિના ભાગરૂપે મેડિકલ ઉપરાંત ટેકનિકલ સહિતના અન્ય અભ્યાસક્રમોમાં માતૃભાષામાં તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ માટે અભ્યાસક્રમને ડિઝાઈન કરવા એક્સપર્ટની સમિતી રચવામાં આવેલી છે. જે અંતર્ગત વિવિધ યુનિવર્સિટીના જે તે વિષયના ભાષાંતરની કામગીરી અપાઈ છે.
આ પણ વાંચો: અમદાવાદઃ ફ્રીડમ પોસ્ટ મુકી મેડિકલના વિદ્યાર્થીએ અટલબ્રિજ પરથી કુદી કર્યો આપઘાત
આગામી વર્ષથી ગુજરાતી ભાષાની અમલવારી થશે
રાજ્ય સરકારે ગત વર્ષે જ જાહેરાત કરી હતી કે ગુજરાતી વિદ્યાર્થીઓ હવે ગુજરાતી ભાષામાં જ મેડિકલનો અભ્યાસ કરી શકશે. આ નિર્ણયની અમલવારી હવે આવતા વર્ષે નવા શૈક્ષણિક સત્રથી જ કરવામાં આવશે. બીજી તરફ રાજ્યની 45 જેટલી યુનિવર્સિટીઓએ નેશનલ એકેડમિક ડિપોઝિટરી પોર્ટલ પર એકેડમિક બેંક ઓફ ક્રેડિટ માટેની નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરી છે. ડીજી લોકરમાં રાજ્યની યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓની માર્કશીટ અપલોડ કરી છે.
ADVERTISEMENT