વિધાનસભા ચૂંટણી જીતી PM મોદીનો માસ્ટર સ્ટ્રોક, BJPના મિશન 2024નો રોડ મેપ જાણો..

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ત્યારે 156 બેઠકો જીત્યા પછી ભાજપનો 2024 લોકસભા ચૂંટણી માટેનો રોડ મેપ સુસજ્જ થઈ ગયો…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ત્યારે 156 બેઠકો જીત્યા પછી ભાજપનો 2024 લોકસભા ચૂંટણી માટેનો રોડ મેપ સુસજ્જ થઈ ગયો છે. તેવામાં જોવા જઈએ તો આ વડાપ્રધાન મોદીનો પણ માસ્ટર સ્ટ્રોક છે. કારણે કે જે પ્રમાણે વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સભાઓ ગજવી હતી એને જોતા પાર્ટીએ ભવિષ્યનું વિચારી રોડ મેપ બનાવ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. કારણ કે ભાજપની આ જંગી જીતથી 2024નો માર્ગ પાર્ટી માટે વધુ સરળ થઈ ગયો છે. નોંધનીય છે કે હવે આ મુદ્દે વિગતવાર જાણીએ…

નરેન્દ્ર મોદીનો માસ્ટર સ્ટ્રોક…
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપના દિગ્ગજો અને વડાપ્રધાન મોદીએ પણ ગુજરાતની જનતા સાથે ઘણા સંવાદ કર્યા હતા. એટલું જ નહીં તેમની રેલી અને રોડ શોમાં પણ જનમેદની ઉમટી પડી હતી. તેવામાં હવે જોવા જઈએ તો જે પ્રમાણે ભાજપનો ભવ્ય વિજય થયો છે તેને જોતા લોકસભાની 26 બેઠકો પર ઉમેદવારોની મોટી સરસાઈથી જીત લગભગ નિશ્ચિત થઈ ચૂકી છે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ જેવી રીતે જનતાનો વિશ્વાસ જીતી વિકાસ મોડલનો મુદ્દો ઉઠાવ્યો. તેને ગુજરાતની જનતાએ પણ ચૂંટણીમાં જંગી બહુમતી અપાવી સ્વીકાર્યું છે. વડાપ્રધાન મોદીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જે પ્રચારનો માસ્ટર પ્લાન કર્યો છે એમાં ભાજપે આગામી 2024 મિશનના શ્રીગણેશ કર્યા હોય તેમ પણ લાગી રહ્યું છે. કારણ કે આ પ્રમાણેની બહુમતી મેળવ્યા બાદ મિશન 2024 પણ લગભગ સફળ થઈ ગયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

કોંગ્રેસની સ્થિતિ વણસી…
અત્યારે કોંગ્રેસની જેવી રીતે હાર થઈ છે એને જોતા રાજ્યસભામાં પણ તેને મુશ્કેલી પડી શકે છે. ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી એટલે તે સમયે પાર્ટી પાસે 3 બેઠકો હતી. મીડિયા રિપોર્ટ્સ આધારે જ્યારે ગઈકાલે 2022ની ચૂંટણીનું પરિણામ જે આવ્યું છે અને કોંગ્રેસને જે પ્રમાણે બેઠકો મળી છે. એને જોતા પાંચ વર્ષ સુધી કોંગ્રેસને ગુજરાત રાજ્યમાંથી તો એકપણ સાંસદ નહીં મળવાના એંધાણ.

લોકસભા ચૂંટણી માટે ભાજપ સજ્જ…
નોંધનીય છે કે હવે ભાજપ મિશન 2024 પર લાગી ગયું છે. લોકસભા ચૂંટણીને જોતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ પાર્ટીએ મોટી જવાબદારી સોંપી છે. તેઓને પંજાબના પ્રભારી બનાવાયા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ વડાપ્રધાન મોદીના વિવિધ પ્રવાસો અને જનસંબોધનમાં વિજય રૂપાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. વડાપ્રધાન મોદી સાથે તેમણે ઘણી ચર્ચાઓ પણ કરી હતી. ત્યારે સુપર એક્ટિવ રહેલી આ ભાજપે હવે મિશન 2024 માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

    follow whatsapp