હેતાલી શાહ/ખેડા: મહેમદાવાદના સિહુજ રોડ પર આવેલ પ્લાયવુડ ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં નડિયાદ તથા આણંદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે 4 કલાક બાદ ફાયરની ટીમે તેના પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગના અધિકારી દીક્ષિત પટેલ મુજબ, પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન છે, જોકે તપાસ પૂરી થયા બાદ જ આ જાણી શકાશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: મોરબી ફેક્ટરીની દુર્ઘટના, બાળકનું માથુ ફસાતા તે મશીનમાં જતું રહ્યું અને..
નડિયાદ સહિત 4 નગરપાલિકાઓની ફાયર ટીમો બોલાવવી પડી
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સિહુંજ રોડ પર આવેલી સ્વસ્તિક પ્લાયવુડની ફેક્ટરીમાં વહેલી સવારે એકાએક આગની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ નડિયાદ ફાયર વિભાગની ટીમને થતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ એટલી વિકરાળ બની કે મહેમદાવાદ, આણંદ , વિદ્યાનગર તથા અમદાવાદ ફાયર વિભાગની પણ મદદ લેવામાં આવી છે. હાલ કુલ 5 વોટર બ્રાઉઝર અને 6 ફાયર ટેન્કરની ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
આ પણ વાંચો: ખુલ્લા વીજતારથી એક પરિવારના ત્રણ સભ્યો મોતની ચાદર ઓઢી ગયાઃ તાપીમાં કરુણ બનાવ
હજુ આગ પર કાબુ મેળવતા 1-2 કલાક લાગી શકે
ફેક્ટરીમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે, આગ પર કાબુ મેળવતા 4 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ ઘટનામાં હાલ કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આગમાં પ્લાયવુડની શીટ થતા કાચો માલ બળીને ખાક થઈ ગયો છે. આગ પ્રાથમિત તપાસમાં શોર્ટ સર્કિટથી લાગી હોવાનું સામે આવ્યું હતું.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT