નર્મદાઃ પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા સાંસદ મનસુખ વસાવાએ લોકસભામાં ફરી એકવાર શિક્ષણ સુધારણાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે બહુલ્ય આદિવાસી વિસ્તારમાં ઘણા વિદ્યાર્થીઓ આર્થિક પરિસ્થિતિને કારણે શિક્ષણથી વંચિત રહી જાય છે. આની સાથે તેમણે આ તમામ યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારને નવી યોજના બનાવવા માટે પણ ટકોર કરી હતી. નોંધનીય છે કે અગાઉ પણ ઘણી વાર મનસુખ વસાવાએ શિક્ષણનો મુદ્દો ઉઠાવ્યો છે.
ADVERTISEMENT
સરકાર નવી યોજના બનાવે- મનસુખ વસાવા
સાંસદ મનસુખ વસાવાએ લોકસભામાં શિક્ષણ સુધારણાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે પછાત વિસ્તારમાં ઘણા આદિવાસી યુવાનો પોતાની આર્થિક પરિસ્થિતિના કારણે યોગ્ય શિક્ષણ ન મેળવી શકતા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આની સાથે સરકારને તાત્કાલિક ધોરણે નવી યોજના બનાવવા માટે પણ અપિલ કરી હતી.
વસાવા અગાઉ પણ શિક્ષણનો મુદ્દો ઉઠાવી ચૂક્યા છે..
મનસુખ વસાવાએ અગાઉ પણ મુદ્દો ઉઠાવ્યો હતો. શિક્ષણ મુદ્દે તેમણે અવાર નવાર પોતાના નિવેદનો આપ્યા છે. અગાઉ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા સહિત ગુજરાતમાં શિક્ષણનું ધોરણ નીચે ગયું છે. ગુજરાતમાંથી માત્ર ગણતરીના જ યુવક-યુવતીઓ IAS અને IPSમાં પસંદગી પામે છે. ગુજરાતની બેંકોમાં મેનેજરના હોદ્દા પર એક ટકા કરતા પણ ઓછા ગુજરાતીઓ છે.
વસાવાએ આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની સ્થિતિનું વર્ણન કરતાં-કરતાં રાજ્યના શૈક્ષણિક સ્તર પર જ સવાલ ઉઠાવ્યો હતો. અગાઉ અનેક વખત રાજ્યમાં ગેરકાયદેસર દારૂના વેચાણનો મુદ્દો ઉઠાવીને તેમણે દારૂબંધીની નીતિ પર પણ સવાલ ઉઠાવ્યા છે.
With Input: નરેન્દ્ર પેપરવાલા
ADVERTISEMENT