અમદાવાદઃ ગુજરાત રાજ્યની મહાનગર પાલિકા સંચાલિત શાળાઓના શિક્ષકોને લઈને સરકારે મોટો નિર્ણય કર્યો છે. તેમણે દિવાળી પહેલા જ 11 હજાર જેટલા શિક્ષકોને ખાસ ભેટ આપી દીધી છે. નોંધનીય છે કે સરકારે નગરપાલિકા અને મહાનગર પાલિકાના શિક્ષકોને 4200 ગ્રેડ પે આપ્યો છે. નોંધનીય છે કે અગાઉ સરકારે માત્ર સરકારી શાળાના શિક્ષકોને જ ગ્રેડ પે મંજૂર કર્યો હતો. તેવામાં આ નિર્ણય લેવાની સાથે સરકારે મોટો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
અગાઉ મનપાના શિક્ષકોએ સરકાર સામે બાયો ચઢાવી હતી…
મનપાના શિક્ષકોએ સરકાર સામે બાયો ચઢાવી દીધી છે. તેવામાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચાએ મનપાની શાળાઓમાં શિક્ષકોની પડતર માગને લઈને વિવિધ માગ કરી હતી. જેમાં વિવિધ પડતર માગણીઓ સાથે 4200 ગ્રેડ પેનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. હવે આ અંગે સરકારે મોટો નિર્ણય લેતા રાહતના સમાચાર સામે આવ્યા છે.
રાજ્ય સરકારે પણ કર્મચારીને લગતો લીધો મોટો નિર્ણય
ગુજરાતના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે દિવાળી પહેલા સરકારે લીધો મોટો નિર્ણય. ઉલ્લેખનીય છે કે અત્યારે તહેવારોની ઉજવણી અને ખરીદીના સમયગળા દરમિયાન સરકારે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. ઓક્ટોબર મહિનાનો પગાર દરેક કર્મચારીઓના એકાઉન્ટમાં દિવાળી પહેલા જ આવી જશે. આ વખતે 17થી 19 ઓક્ટોબર વચ્ચે કર્મચારીઓના ખાતામાં પગાર જમા થઈ જશે. નોંધનીય છે કે આ અંતર્ગત 6 લાખ સરકારી કર્મચારીઓ અને 6 લાખ પેન્શનરોને આનો લાભ મળશે. આના સિવાય કર્મચારીઓને એલાઉન્સ પણ એડવાન્સમાં આપી દેવાશે.
ADVERTISEMENT