ગાંધી આશ્રમ પહોંચેલા મનીષ સિસોદિયાએ રેંટિયો કાંત્યો, વિઝિટર બુકમાં લખ્યો આ ખાસ મેસેજ

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે જંપલાવી રહેલી આમ આદમી પાર્ટીની નજર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતની બેઠકો પર છે. આજથી દિલ્હીના…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે જંપલાવી રહેલી આમ આદમી પાર્ટીની નજર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતની બેઠકો પર છે. આજથી દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદીયા (Manish Sisodiya) 6 દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે તેઓ અમદાવાદ પહોંચ્યા હતા, અમદાવાદમાં તેમણે વિશ્વ પ્રસિદ્ધ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આશ્રમમાં મુલાકાત બાદ તેમણે વિઝિટર બુકમાં ખાસ મેસેજ પણ લખ્યો હતો.

વિઝિટર બુકમાં શું લખ્યું?
મનીષ સિસોદીયાએ વિઝિટર બુકમાં લખ્યું કે, સાબરમતી આશ્રમમાં જ્યારે પણ આવું છું, પૂજ્ય બાપુની ઉપસ્થિતિની પ્રેરણા અને ઉર્જાનો જે અનુભવ અહીં મળે છે તેને શબ્દોમાં વર્ણવો અસંભવ છે. પરંતુ અહીં પર આવીને હંમેશા સમાજની શિક્ષા-સ્વાસ્થ્ય, રોજગારની દિશામાં કામ કરવાની પ્રેરણા અને માર્ગદર્શન મળે છે. બાપુ એ બતાવેલા માર્ગ પર ચાલીને જ ભારત દુનિયાનો નંબર-1 રાષ્ટ્ર બનશે. જય હિંદ.

મનીષ સિસોદીયાનો આજનો કાર્યક્રમ
મનીષ સિસોદીયાના આજના કાર્યક્રમ પર નજર કરીએ તો સવારે 10.30 વાગ્યે તેઓ સાબરમતી આશ્રમની મુલાકાતે જશે. જ્યાં તેઓ મહાત્મા ગાંધીના પદચિહ્નો પર વિગતવાર માહિતી લેશે. ત્યારપછી મનીષ સિસોદિયા સાબરમતી આશ્રમથી ગુજરાતમાં યાત્રાની શરૂઆત કરશે. આ બાદ બપોરે 2 વાગ્યે હિંમતનગરથી તિરંગા યાત્રા શરૂ કરાવશે. સાંજે 5 વાગ્યે તલોદ ખાતે સભાને સંબોધન કરશે જ્યારે રાત્રે 8 વાગ્યે પ્રાંતિજમાં પણ એક સભાને સંબોધન કરશે.

6 દિવસમાં ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓ ખૂંદશે
6 દિવસના ગુજરાત પ્રવાસે આવેલા મનીષ સિસોદીયા બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા તથા અમદાવાદ જિલ્લામાં યાત્રા કાઢશે. આ જિલ્લાઓની 15 વિધાનસભા બેઠકો પર તેમની યાત્રા નીકળશે. આ દરમિયાન તેઓ મતદારો સાથે સંપર્ક સાધી તેમને આકર્ષવાનો પ્રયાસ કરશે.

    follow whatsapp