અમદાવાદઃ મનીષ સિસોદિયાની CBI પૂછપરછ બાદ આજે ગુજરાત પ્રવાસ પર આવ્યા છે. તેવામાં એરપોર્ટ ખાતે આવતાની સાથે જ ભાજપ પર કટાક્ષ કર્યા હતા. તેમણે આ દરમિયાન શિક્ષણનો મુદ્દો ઉઠાવવાની સાથે ભાજપ CBI, EDનો દુરૂપયોગ કરતી હોવાનું જણાવ્યું છે. આની સાથે શિક્ષણ મુદ્દે પર સરકારને ઘેરી હતી. ઉલ્લેખનીય છે કે અહીં મનીષ સિસોદિયાની તપાસના મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.
ADVERTISEMENT
મનીષ સિસોદિયાએ કહ્યું….
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ શિક્ષણ અને રોજગાર સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. જેને લઈને મનીષ સિસોદિયાએ કહ્યું કે ગુજરાતના લોકોને અત્યારે આમ આદમી પાર્ટીની શિક્ષણ નીતિ પસંદ આવી ગઈ છે. તેવામાં દિલ્હીમાં જેમ દરેક બાળક માટે સારી શાળાઓ છે તેવી જ ગુજરાતમાં બનશે એવો વિશ્વાસ પણ જનતાને મળી ગયો છે. ભાજપે 27 વર્ષના શાસનમાં કશુ જ નથી કર્યું અને હવે જ્યારે લોકો અમારી પાર્ટીનો વોટ આપવા માટે તૈયાર થયા છે. ત્યારે BJPના લોકો CBI અને ED બધાનો દુરૂપયોગ કરીને મને અહીંયા આવતા રોકવા માગે છે.
સચ્ચાઈમાં તાકાત હોય છે, અંતે અમે જ જીતીશું- મનીશ સિસોદિયા
મનીષ સિસોદિયાએ કહ્યું કે સચ્ચાઈમાં તાકાત હોય છે અને લોકોએ કરેલા તમામ ષડયંત્રો નિષ્ફળ જશે. ગુજરાતમાં પણ અરવિંદ કેજરીવાલના માર્ગદર્શન હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બનશે. આનાથી અમે ગુજરાતની દરેક શાળાનો વિકાસ કરીશું.
મનીષ સિસોદિયાએ ત્યારપછી CBI મુદ્દે ભાજપને ઘેરી હતી. તેમાં વધુમાં કહ્યું કે છેલ્લા 2 મહિનાથી મારા ઘરે દરોડા પાડવામાં આવી રહ્યા છે. તમામ તપાસ હાથ ધરાઈ પરંતુ કઈ મળ્યું નહીં તેથી મારા વિરૂદ્ધ ખોટા કેસ દાખલ કરી કાર્યવાહી કરાઈ રહી છે. આ એક મોટો પુરાવો છે કે CBIનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT