અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સતત એક્ટિવ જોવા મળી રહી છે. તેવામાં CBI તપાસ દરમિયાન 9 કલાક સુધી મનીષ સિસોદિયાની પૂછપરછ ચાલી હતી. આ સમગ્ર વિવાદ વચ્ચે તેમણે 2 દિવસીય ગુજરાત પ્રવાસ પર આવવા માટેની જાહેરાત કરી દીધી છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે દરેક પરિવાર પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે સારી શાળાઓ બનાવતી સરકાર પસંદ કરશે. આની સાથે અરવિંદ કેજરીવાલ અને આપના શિક્ષણ મોડલની વાત કરીને ગુજરાત પ્રવાસમાં સી.આર.પાટીલે આપેલી ચેલેન્જ સ્વીકારશે એવી અટકળો વહી છે.
ADVERTISEMENT
મનીષ સિસોદિયાનું શિક્ષણ મોડલ રણનીતિ
ગુજરાતની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટીના નેતાઓના ગુજરાત પ્રવાસ સતત વધી રહ્યા છે. ત્યારે ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ છેલ્લા 2 દિવસથી ગુજરાત પ્રવાસે હતા ત્યારે હવે મનીષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે આવવાના છે. અહીં બપોરે 12 વાગ્યાની આસપાસ મીડિયા સાથેની વાતચીત દરમિયાન મનીષ સિસોદિયા શિક્ષણ મોડલ વિશે જાહેરાત કરી શકે છે. આની સાથે રિપોર્ટ્સ પ્રમાણે તેઓ સરકારી શાળાની મુલાકાત પણ લઈ શકે છે.
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ સોમવારે મહેસાણા જિલ્લાના ઊંઝા પહોંચ્યા હતા. અહીં એક જાહેર સભા દરમિયાન તેમણે ફરી એકવાર મનીષ સિસોદિયાની પ્રશંસા કરતા કહ્યું કે તેમને ગુજરાતમાં પ્રચાર કરતા રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ દરમિયાન તેમણે લોકોને ‘જેલના તાળાં તૂટશે, મનીષ સિસોદિયા મુક્ત થઈ જશે’ના નારા લગાવવા માટે પણ કહ્યું હતું.
કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે “હું મનીષજીને કહેવા માંગુ છું કે તમે ચિંતા ના કરો. તમારી ગેરહાજરીને કારણે તમારું અભિયાન બંધ થવાનું નથી. આ બધા લોકો ઘરે-ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે. તમારા બાળકો માટે ગામડાઓમાં શાળાઓ બનાવવામાં આવશે.
ADVERTISEMENT