અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમતેમ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ટ્વિટર યુદ્ધ ખેલાઇ રહ્યું છે. ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના નિવેદનને લઈ દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટ કરી અને કહ્યું કે પાટીલનું આમંત્રણનો સ્વીકાર કરીએ છીએ અને અમે તેમની શાળાઓ જોવા જઈશું.
ADVERTISEMENT
પાટીલની ચેલેન્જ સ્વીકારી
ગુજરાત વિધાનસભાનિ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં સતત રાજકીય માહોલ તૈયાર થઈ રહ્યો છે. આ દરમિયાન ગુજરાતમાં એક જાહેર સભામાં સી આર પાટીલે દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા પર પ્રહાર કર્યા અને કહ્યું કે તો અહી આવી શિક્ષણનું સ્તર જોવે અને તેમણે પોતાની ખામીઓ દેખાઈ જશે. ત્યારે આ મામલે દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ સી આર પાટીલની ચેલેન્જ સ્વીકારી છે.
જાણો શું કહ્યું ટ્વિટમાં
ચેલેન્જ સ્વીકારતા મનીષ સિસોદિયાએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ જી એ માત્ર 5 વર્ષમાં દિલ્હીની તમામ સરકારી શાળાઓને શાનદાર બનાવીને બતાવી દીધી છે.ગુજરાતની જનતા હવે શાળા સરખી કરવા માટે 15000 વર્ષ રાહ જોશે નહીં. પાટીલ જીનું આમંત્રણ સ્વીકરીએ છીએ. અમે તેમની શાળા જોવા ચોક્કસ આવીશું. સૌથી પહેલા તમારા શિક્ષણ મંત્રીના મતવિસ્તારની શાળા જોવા જઈશુ.
ADVERTISEMENT