Viral Video News: હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિથી એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને બધા હેરાન થઈ ગયા છે. ખરેખર, અહીં એક મુસાફર પોતાની મહિન્દ્રા થાર લઈને ચંદ્રા નદીમાં ઉતરી ગયો. તેણે નદીમાં જ મહિન્દ્રા થાર કારને ચલાવી. પરંતુ તેને આવું કરવું ઘણું ભારે પડી ગયું. હિમાચલ પોલીસે આ મુસાફર સામે આકરી કાર્યવાહી કરીને દંડ ફટકાર્યો છે.
ADVERTISEMENT
હિલ સ્ટેશનો પર લોકોનો જમાવડો
તમને જણાવી દઈએ કે, નવા વર્ષની રજાઓ માણવા માટે લોકો મોટી સંખ્યામાં લોકો હિલ સ્ટેશનો પર પહોંચી રહ્યા છે. જેના કારણે માર્ગો પર વાહનોની લાઈનો લાગી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા ત્રણ દિવસમાં રોહતાંગમાં લગભગ 55000 વાહનો અટલ ટનલને પાર કરીને પસાર થયા છે.
કાર ચાલકને ફટકારાયો દંડ
ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, લાહૌલ જિલ્લાના એસપી મયંક ચૌધરીએ વાયરલ વીડિયો પર કહ્યું કે, તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં લાહૌલ-સ્પીતીમાં આવેલી ચંદ્રા નદીને એક મહિન્દ્રા થાર પાર કરી રહી છે. ભવિષ્યમાં અન્ય કોઈ આ પ્રકારનો ગુનો ન કરે એ માટે આ કારના ચાલક સામે કાર્યવાહી કરવામાં આવી છે. કારના ચાલકને મોટર વાહન અધિનિયમ, 1988 હેઠળ દંડ ફટકારવામાં આવ્યો છે. તે સ્થળે પોલીસ કર્મચારીઓને તૈનાત કર્યા છે.”
વીડિયો વાયરલ થતાં પોલીસ થઈ દોડતી
કુલ્લુ જિલ્લામાં પ્રવાસીઓના ધસારાને કારણે લાહૌલ-મનાલી રોડ પર ઘણી જગ્યાએ ભારે ટ્રાફિક જામ સર્જાયું હતું. આ દરમિયાન વાહનોની લાંબી લાઈનોમાં ઉભો રહીને એક પ્રવાસી કંટાળી ગયો અને પછી તેણે બાજુમાં આવેલી ચંદ્રા નદીમાં પોતાની મહિન્દ્રા થારને ઉતારી દીધી. પછી તે નદીમાં જ કાર ચલાવીને બીજા પોઈન્ટ પર પહોંચ્યો. આ દરમિયાન કોઈએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. જ્યારે આ વીડિયો પોલીસ સુધી પહોંચ્યો ત્યારે પોલીસે તેના પર કાર્યવાહી કરી અને વાહન ચલાકને દંડ ફટકાર્યો.
ADVERTISEMENT