અમદાવાદ: પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ શહેરમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીભર્યો પત્ર મળતા ખળભળાટ મચી જવા પામી હતી. જોકે બાદમાં ધમકીભર્યો પત્ર લખનારની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ એક તરફી પ્રેમમાં પાગલ હતો અને પરિણીત મહિલાના દિયરને ફસાવવા માટે આ પ્રકારે પત્ર લખ્યો હતો. હાલમાં તો પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
મહિલાના પ્રેમમાં હતો યુવક દીયરને પડી ગઈ ખબર
પ્રાપ્ત વિગતો મુજબ, યુપી મૂળનો આશિષ નામનો યુવક અમદાવાદમાં નોકરી કરી છે અને પોતે એક પરિણીત મહિલાના એક તરફી પ્રેમમાં પાગલ હતો. જોકે યુવક વિશે મહિલાના દિયર ઓમપ્રકાશને જાણ થઈ ગઈ હતી. જેથી તેણે આરોપી આશિષને આ અંગે ધમકી આપી હતી કે ભાભીને હેરાન કરવાનું બંધ કરી દે. જેનો બદલો લેવા માટે તેણે યુવકનું નામ બ્લાસ્ટની ધમકીવાળા પત્રમાં લખી અને નીચે મોબાઈલ નંબર પણ લખી નાખ્યો. જોકે આખરે પોલીસ તપાસમાં આરોપીની ચાલાકી સામે આવી જતા તેની ધરપકડ કરી લેવામાં આવી છે.
શું હતો મામલો?
અમદાવાદ પોલીસ કમિશનરને એક પત્ર મળ્યો હતો. જેમાં 26મી જાન્યુઆરીએ અમદાવાદમાં અલગ-અલગ જગ્યાઓ પર બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. જેમાં પત્રમાં ઓમપ્રકાશ નામ સાથે એક મોબાઈલ નંબર લખવામાં આવ્યો હતો. જેની તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઈસનપુર પહોંચી હતી, જ્યાં ઓમપ્રકાશ નામનો યુવક 10 દિવસ માટે વતન ગયો હોવાનું જાણવા મળ્યું. આથી પોલીસ યુ.પી પહોંચી અને પકડીને પૂછપરછ કરતા આશિષ નામનો યુવક 1 વર્ષથી ભાભીને હેરાન કરતો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને તેનો ઝઘડો થતા તેણે જ આ પ્રકારનું ષડયંત્ર રચ્યું હતું.
ADVERTISEMENT