મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, જાણો તેમની રાજકીય સફર વિશે વિગતવાર…

દિલ્હીઃ મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના નવા અધ્યક્ષ બની ગયા છે. તેવામાં આપણે એમની રાજકીય સફર પર વિગવાર નજર કરીએ. ખડગેનો જન્મ કર્ણાટકના બિદર જિલ્લાના વરાવટ્ટી વિસ્તારમાં…

gujarattak
follow google news

દિલ્હીઃ મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના નવા અધ્યક્ષ બની ગયા છે. તેવામાં આપણે એમની રાજકીય સફર પર વિગવાર નજર કરીએ. ખડગેનો જન્મ કર્ણાટકના બિદર જિલ્લાના વરાવટ્ટી વિસ્તારમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમણે ગુલબર્ગાની નૂતન વિદ્યાલયમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને પછી અહીંની સરકારી કોલેજમાંથી સ્નાતક થયા હતા. અહીં તેઓ વિદ્યાર્થી સંઘના મહાસચિવ પણ હતા. ગુલબર્ગાની શેઠ શંકરલાલ લાહોટી લો કોલેજમાંથી એલએલબી કર્યા પછી તેમણે કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી હતી. 1969માં તેઓ MKS મીલ્સ એમ્પ્લોઈઝ યુનિયનના કાનૂની સલાહકાર બન્યા અને પછી તે કામદારો માટે લડ્યા. તેઓ યુનાઈટેડ ટ્રેડ યુનિયનના પ્રભાવશાળી નેતા હતા. ત્યારપછી 1969માં જ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા.

કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ બનવા સુધીની સફર…
તેમની લોકપ્રિયતા જોઈને પાર્ટીએ મલ્લિકાર્જૂન ખડગેને ગુલબર્ગ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ બનાવ્યા હતા. 1972માં તેઓ પ્રથમ વખત કર્ણાટકની ગુરમિતકલ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. ખડગે ગુરમિતકલ સીટ પરથી નવ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ દરમિયાન તેમણે વિવિધ વિભાગોમાં મંત્રી પદ પણ સંભાળ્યું હતું. 2005માં તેમને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેઓ 2008 સુધી આ પદ પર રહ્યા. 2009માં પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

ખડગેને વિપક્ષના નેતા બનાવાયા…
ખડગેને ગાંધી પરિવારના વિશ્વાસુ માનવામાં આવે છે. આ માટે તેને સમયાંતરે ઈનામ પણ મળતું હતું. 2014માં ખડગેને લોકસભામાં પાર્ટીના નેતા બનાવવામાં આવ્યા હતા. લોકસભા ચૂંટણી 2019માં હાર બાદ કોંગ્રેસે તેમને 2020માં રાજ્યસભામાં મોકલ્યા હતા. ગયા વર્ષે જ્યારે ગુલામ નબી આઝાદનો કાર્યકાળ પૂરો થયો ત્યારે ખડગેને રાજ્યસભામાં વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા હતા.

    follow whatsapp