Maldives India Controversy : માલદીવના પૂર્વ સંરક્ષણમંત્રી મારિયા અહેમદ દીદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ માલદીવના નેતાઓની અપમાનજનક ટિપ્પણીઓની આકરી ટીકા કરી છે. આજે તેમણે કહ્યું કે, પીએમ મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ માલદીવ સરકારની ‘અદૂરદર્શીતા’ દર્શાવે છે. મારિયાએ કહ્યું કે, ભારત માલદીવ માટે ‘911 કોલ’ છે જેને માલદીવ કોઈ પણ મુશ્કેલીમાં ડાયલ કરે છે. પૂર્વ મંત્રીએ કહ્યું કે ભારત એક ભરોસાપાત્ર સાથી છે જેણે માલદીવને સંરક્ષણ સહિત અનેક ક્ષેત્રોમાં મદદ કરી છે. તેમણે લાંબા સમયથી ચાલતા સંબંધોને નબળા બનાવવાના પ્રયાસની નિંદા કરી હતી.
ADVERTISEMENT
ભારતના સમર્થનમાં આવ્યા માલદીવના પૂર્વ સંરક્ષણમંત્રી
ANI સાથે વાત કરતા મારિયા અહેમદે કહ્યું, આ માલદીવ સરકારની ટૂંકી વિચારશ્રેણી દર્શાવે છે અમે એક નાનો દેશ છીએ જે દરેક સાથે મિત્ર છે, પરંતુ અમે નકારી શકીએ નહીં કે અમારી સરહદો ભારત સાથે છે. ભારતે હંમેશા અમારી મદદ કરી છે. ભારત સંરક્ષણ ક્ષેત્રમાં અમારી ક્ષમતાઓ વિકસાવવામાં મદદ કરી રહ્યું છે, અમને સંરક્ષણ સાધનો પ્રદાન કરી રહ્યું છે અને અમને વધુ આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
શું છે સમગ્ર મામલો
ભારત અને માલદીવ વચ્ચે હાલ એક વિવાદ સર્જાયો છે જેમાં માલદીવના મંત્રી, કેબિનેટ સભ્યો અને સરકારી અધિકારીઓએ વડાપ્રધાન મોદી પર વાંધાજનક ટિપ્પણી કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના લક્ષદ્વીપ પ્રવાસની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને ભારતીયોને લક્ષદ્વીપની મુલાકાત લેવાનું આહ્વાન કર્યું હતું. માલદીવના મંત્રી મરિયમ શિઉના અને અન્ય ત્રણ નેતાઓએ PM મોદીની લક્ષદ્વીપમાં પર્યટનને પ્રોત્સાહન આપતી પોસ્ટ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેનાથી વિવાદ થયો હતો. મરિયમ શિયુનાએ વડાપ્રધાન મોદીને ઈઝરાયેલ સાથે જોડીને તેમના પર ટિપ્પણી કરી હતી, જોકે, બાદમાં આ પોસ્ટ તેમણે ડિલીટ કરી દીધી હતી. વધી રહેલા વિવાદને જોઈને માલદીવ સરકારે પોતાના નેતાઓના પદ પરથી સપેન્ડ કરી દીધા હતા અને તેમના નિવેદનની ટીકા કરી હતી.
ADVERTISEMENT