સુરત : ગુજરાતની વિધાનસભામાં જેમ જેમ પરિણામો સામે આવી રહ્યા છે તેમ તેમ કેટલાક મોટા નેતાઓ માટે માઠા સમાચારો આવી રહ્યા છે. તેવામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને ચૂંટણી દરમિયાન ખુબ જ ગાજેલા નેતા ગોપાલ ઇટાલિયા ન માત્ર હારી રહ્યા છે પરંતુ ખુબ જ મોટા માર્જિનથી હારી રહ્યા છે.
ADVERTISEMENT
કતારગામમાં વિનુ મોરડીયા દિગ્ગજ ચહેરો
હાલની સ્થિતિએ વાત કરીએ તો કતારગામથી ભાજપના ઉમેદવાર વિનુ મોરડીયા 50 હજાર મતો મેળવી ચુક્યા છે. જ્યારે ગોપાલ ઇટાલિયા 30 હજાર (29965) મત પર સ્થિર થઇ ચુક્યાં છે. જો કે ત્યાં કોંગ્રેસના ઉમેદવાર 8684 મતથી ખુબ જ પાછળ જોવા મળી રહ્યા છે. જેથી કુલ મતદાનના 55.47 ટકા વિનુ મોરડીયાને મળ્યા છે. જ્યારે ગોપાલ ઇટાલિયા પાસિંગ માર્ક એટલે કે, 33.29 ટકા મેળવી શક્યા છે.
ગોપાલ ઇટાલિયાની જીત મુશ્કેલ નહી પરંતુ અશક્ય
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ વિરુદ્ધ મનફાવે તેવા નિવેદનના કારણે ગોપાલ ઇટાલિયા હારી રહ્યા છે. જો કે કોઇને આશા નહોતી તેવી ખંભાળીયા બેઠક પર ઇસુદાન ગઢવી આગળ જોવા મળી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના સુરતના ચહેરાઓ જીત મેળવે તેવી આશા આપ સેવી રહી હતી. જો કે હાલ તો ગોપાલ ઇટાલિયા સ્પષ્ટ રીતે હારી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
ADVERTISEMENT