ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. 2 તબક્કામાં આયોજિત મતદાનની સાથે અત્યારે દરેક પાર્ટીએ પોતાના મોટાભાગના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. તેવામાં ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા દરમિયાન ગાંધીનગરમાં જોવાજેવી થઈ હતી. એક અપક્ષ ઉમેદવાર પોતાનું નોમિનેશન ફોર્મ ભરવા માટે 1-1 રૂપિયાના એવા 10 હજાર સિક્કા લઈને પહોંચ્યો હતો. તેણે એમ કહ્યું કે જનતાએ મને નેતા પસંદ કર્યો છે અને આ સિક્કા કોણે અને કેમ આપ્યા એનું કારણ પણ જણાવ્યું હતું. ચલો આ ઘટનાક્રમ પર વિગતવાર નજર કરીએ…
ADVERTISEMENT
એક-એક રૂપિયાના 10 હજાર સિક્કા લઈ ઉમેદવારી નોંધાવી
ગાંધીનગર ઉત્તર બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવવા માટે મહેન્દ્ર પટણી એક-એક રૂપિયાના સિક્કા લઈને ઉમેદવારી નોંધાવવા માટે પહોચ્યા હતા. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ 10 હજાર સિક્કા લઈને ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા છે. આ મને ડિપોઝિટ આપવામાં આવી છે મારા મતદાતાઓ દ્વારા. વિવિધ પાનના ગલ્લા, લારીઓવાળા લોકોએ મને એક-એક રૂપિયા આપીને ખાતરી આપી છે કે અમે તમને જ મત આપીશું તમે ઉભા રહેજો.
With Input: દુર્ગેશ મહેતા
ADVERTISEMENT