અમદાવાદ: મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી પોતાના નિવેદનને લઈ સતત ચર્ચામાં રહે છે. ત્યારે મહાત્મા ગાંધીજીની હત્યા માટે સાવરકરે નથુરામ ગોડસેને મદદ કરી હોવાના તુષાર ગાંધીના આક્ષેપોથી ખળભળાટ મચી ગયો છે. મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીઍ સ્વતંત્રત સેનાની વિનાયક દામોદર સાવરકર પર રાષ્ટ્રપિતાની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. તુષાર ગાંધીઍ દાવો કર્યો કે સાવરકરે બાપૂની હત્યા માટે નાથૂરામ ગોડસેને બંદૂક શોધવામાં મદદ કરી હતી.
ADVERTISEMENT
વીર સાવરકર મામલે તુષાર ગાંધીઍ ટ્વીટ કરીને કહ્યું કે, સાવરકરે ના માત્ર અંગ્રેજોની મદદ કરી, તેમણે બાપૂની હત્યા માટે નાથૂરામ ગોડસેને ઍક બંદૂક શોધવામાં મદદ કરી હતી. બાપૂની હત્યાથી બે દિવસ પહેલા સુધી ગોડસે પાસે ઍમકે ગાંધીની હત્યા માટે ઍક વિશ્વસનીય હથિયાર ન હતુ.
સાવરકરે માફી માંગી હતી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી શુક્રવારે રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં સામેલ થયા હતા. આ દરમિયાન તેમણે સાવરકર પર આપેલા નિવેદન માટે રાહુલ ગાંધીનું સમર્થન કર્યુ હતુ. તુષાર ગાંધીઍ કહ્ના કે રાહુલ ગાંધીઍ જે કહ્ના તેના ઇતિહાસમાં પૂરાવા છે, તેમણે કહ્ના કે આ સાચુ છે. સાવરકર અંગ્રેજોના મિત્ર હતા અને તેમણે જેલમાંથી બહાર આવવા માટે માફી માંગી હતી.
તુષાર ગાંધીઍ કહ્યું હતું કે આ વૉટ્સઍપ યૂનિવર્સિટીનું જ્ઞાન નથી.સાવરકર પર રાહુલ ગાંધીનું નિવેદનને લઇને ભાજપ પ્રહાર કરી રહ્યું છે. મહારાષ્ટ્રમાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીઍ કહ્યું હતુ કે સાવરકર અંગ્રેજોને મર્સી પિટિશન લખતા હતા અને તેમણે પેન્શન પણ સ્વીકાર્યુ હતુ, તેમણે ઍમ પણ કહ્યું કે સાવરકરે આ બધુ અંગ્રેજોના ડરને કારણે કર્યુ હતુ. હું આ વાતને લઇને પુરી રીતે સ્પષ્ટ છુ કે તેમણે અંગ્રેજોની મદદ કરી હતી. કોંગ્રેસ સાંસદે કહ્યું હતું કે વીર સાવરકરે ડરવાળો પત્ર સહી કરીને મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરૂ અને સરદાર પટેલ જેવા નેતાઓનો વિશ્વાસઘાત કર્યો હતો.
તુષાર ગાંધીના સરકાર પર સવાલ
મીડિયા સાથે ની વાતચીતમાં તુષાર ગાંધીએ કહ્યું કે, ભાજપની સરકાર સત્તામાં આવી છે, ત્યારે ઇતિહાસ બદલવાની એમની મુહિમ છે, તે બહુ જ જોરશોરથી ચલાવી છે. સરકાર અને તેના પક્ષોનાં તંત્રો એકત્રિત થઇને જે ઇતિહાસ એમને ગમતો નથી, ખટકે છે તે બદલવાની એ કોશિશ કરે. જે વિચારધારાએ બાપુની હત્યા કરાવી એ વિચારધારા બાપુનું મહિમામંડન ન કરે એ બહુ સ્વાભાવિક છે. એટલે ગાંધીને એમને ગમતા સ્વરૂપમાં પ્રસ્તુત કરવાની કોશિશ હોય કે, સાબરમતી આશ્રમ બદલવાની કોશિશ હોય. આ બધું એક એમનું કાવતરું છે, તેની જુદી-જુદી મુહિમો છે.
ADVERTISEMENT