મહારાષ્ટ્રઃ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ જલ્દી જ પોતાના પદ પરથી રાજીનામુ આપી શકે છે. તેમણે પ્રધાનમંત્રી મોદી પાસે રાજીનામુ આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે,હવે પોતે દરેક પ્રકારની રાજનૈતિક જવાબદારીઓથી મુક્ત થવા માગે છે. હવે આગળનું જીવન તેમને માત્ર વાંચન અને લેખનમાં જ વિતાવવું છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યિારીને કહ્યું કે, રાજ્યપાલ બનવુ મારા માટે બહુ મોટા સન્માનની વાત છે તેમા પણ મહારાષ્ટ્રના રાજ્યપાલના પદ પર સેવા આપવાનો અવસર મને મળ્યો છે. કારણ કે મહારાષ્ટ્ર સંતો અને સામાજિક કાર્યકર્તાઓની ભૂમિ છે.છેલ્લા ત્રણ વર્ષોમાં મહારાષ્ટ્રની જનતા પાસેથી મને જે પ્રેમ મળ્યો છે એ હું ક્યારેય નહી ભુલી શકું. આ સાથે ભગતસિંહ કોશ્યારીએ એ પણ જાણકારી આપી કે તેઓ પોતાની આ ઈચ્છા વિશે પ્રધાનમંત્રી મોદીને વાત કરી ચૂક્યા છે. જ્યારે પ્રધાનમંત્રી મુંબઈના પ્રવાસે આવ્યા ત્યારે કોશ્યારીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, પોતે રાજનૈતિક જવાબદારીઓમાં મુક્ત થવા ઈચ્છે છે.
વિવાદો સાથે જૂનો સંબંધ છે જે રાજનૈતિક ભૂકંપો લાવ્યા છે
રાજ્યપાલના ચાનક રાજીનામુ આપવાની વાતે ઘણા લોકોને હેરાન પરેશાન કરી દીધા છે. મહારાષ્ટ્રની વર્તમાન રાજનીતિ જે રીતે ચાલી રહી છે તેની સાથે ભગતસિંહનો સંબંધ ખુબ જૂનો થઈ ગયો છે. આ વિવાદોની શરુઆત સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટીથી થઈ હતી. એક કાર્યક્રમમાં કોશ્યારીએ મહાત્મા જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલેના બાળવિવાહને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું.ત્યારબાદ છત્રપતિ શિવાજી મહારાજને લઈને પણ વાંધાજનક ટિપ્પણી કરી હતી.આ ઉપરાંત ગુજરાતી અને મરાઠી સમુદાયને લઈને પણ તેમણે અજીબોગરીબ વાત કરી હતી.
ઉદ્ધવ ઠાકરે સહિતની સરકારોની હતી ઈચ્છા
આવા જ વિવાદિત નિવેદનોને કારણે ઉદ્ધવ ઠાકરે અને અન્ય વિપક્ષીઓ સતત રાજ્યપાલનું રાજીનામુ ઈચ્છી રહ્યાં હતા.જો કે ભાજપ તરફથી ખુલીને આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નહોતી. પરંતુ રાજનીતિની જમીન પર તેમના માટે પડકારો વધી રહ્યાં હતા. આ બધાની વચ્ચે ખુદ ભગતસિંહ કોશ્યારીએ પોતે જ રાજીનામુ આપવાની વાત કરી દીધી છે. હવે સરકારનો પ્રતિભાવ કેવો રહેશે એ જોવુ મહત્વપૂર્ણ રહેશે.શિંદે સરકાર આ મુદ્દા પર કેવી પ્રતિક્રિયા આપે છે તેના પર સૌ કોઈની નજર રહેશે. આ સિવાય ભગતસિંહના કેટલાક નિર્ણયો પણ એવા હતા જેને રાજનૈતિક ભૂકંપ લાવી દીધા હતા.
વિવાદીત નિર્ણયો પણ લીધા હતા
2019માં દેવેન્દ્ર ફડવીસ અને અજિત પવારના શપથ ગ્રહણમાં હોય કે મહા વિકાસ અઘાડી સરકાર સાથે તેમની તકરાર, કોરોનાકાળમાં મંદિરો ખોલવાનો મુદ્દો ગરમાયો ત્યારે રાજ્યપાલે ખુદ ઉદ્ધવ ઠાકરેને ચિઠ્ઠી લખી એક નવો વિવાદ ઉભો કર્યો હતો. ત્યારે કહેવામાં આવ્યું હતું કે શું ઉદ્ધવ સેક્યુલર બની ગયા છે. તેમની આ પ્રકારની નિવેદનબાજીએ હંમેશા નવા વિવાદોને જન્મ આપ્યો છે. હવે ભગતસિંહ કોશ્યારી શું સાચે રાજીનામુ આપે છે કે નહીં તે આવનાર દિવસોમાં ખબર પડશે.
ADVERTISEMENT