Maha shivratri Upay: હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જે લોકો મહાશિવરાત્રીના દિવસે ભોળાનાથની પૂજા કરે છે, તેમના પર ભોળનાથ પ્રસન્ન થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકો મહાશિવરાત્રીના દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવની સાચા મનથી પૂજા કરે છે તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. વૈદિક પંચાગ અનુસાર, આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 8 માર્ચ 2024ના રોજ ઉજવવામાં આવશે. પૌરાણિક કથાઓ અનુસાર, આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા.
ADVERTISEMENT
રુદ્રાભિષેક કરવાથી મળે છે રોગોમાંથી મુક્તિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા વિધિ-વિધાનથી કરવામાં આવે છે. સાથે જ આ દિવસે મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ કરવો જોઈએ. માન્યતા છે કે મહાશિવરાત્રિના દિવસે રુદ્રાભિષેક કરવાથી તમામ રોગોથી મુક્તિ પણ મળે છે. તેમજ જીવન સુખમય રહે છે. તો આજે આ સમાચારમાં જાણીશું નોકરી અને બિઝનેસમાં સફળતા મેળવવા માટે મહાશિવરાત્રીના દિવસે કયા ઉપાય કરવા જોઈએ.
મહાશિવરાત્રીના દિવસે જરૂર કરો આ ઉપાય
વૈદિક શાસ્ત્ર અનુસાર, મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવના પંચાક્ષર અનુલોમ અને વિલોમ મંત્રોના જાપ કરવામાં આવે તો ભગવાન શિવ પ્રસન્ન થાય છે. સાથે જ માં લક્ષ્મીજી પણ પ્રસન્ન થાય છે અને ધનનની પ્રાપ્તિ થાય છે. મહાશિવરાત્રીના દિવસે સવા લાખ પંચાક્ષરી મંત્રના જાપ કરવાથી ધનની પ્રાપ્તિના સ્ત્રોત સર્જાય છે. આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પીળા કે લાલ રંગની સાદડી પાથરો, સફેદ વસ્ત્રો પહેરો અને ભગવાન શિવની સામે ઘી કે તેલનો દીવો પ્રગટાવો. આમ કરવાથી આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે.
મહાશિવરાત્રીના દિવસે આ મંત્રનો જાપ કરો
જ્યોતિષોના જણાવ્યા અનુસાર, મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા ચાર પહરમાં કરવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે સવારે, સાંજે, બપોરે અને રાત્રે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. આ સાથે આ દિવસે ભગવાન શિવનો અલગ-અલગ પદાર્થ જેમ કે મધ, દૂધ, ગંગાજળ, દહીં અને ઘી જેવા વિવિધ પદાર્થોથી અભિષેક કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો આ વસ્તુઓથી ભગવાન શિવનો અભિષેક કરે છે તેમને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે.
નોકરી કે ધંધામાં પ્રગતિ મેળવવા શું કરવું?
જે લોકો નોકરી કે ધંધામાં પ્રગતિ મેળવવા ઈચ્છતા હોય તેમણે મહાશિવરાત્રીના દિવસે સ્ફટિકથી બનેલા શિવલિંગની પૂજા કરવી. તેમજ ભગવાન શિવને જળ, દૂધ, દહીં, મધ, ઘી અને સાકર અર્પણ કરવું. તેના પછી 'ઓમ નમઃ' મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરવા. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી નોકરી-ધંધામાં દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.
ADVERTISEMENT