વડોદરાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે ભાજપ દ્વારા મોટાભાગના ઉમેદવારોની પસંદગી પણ થઈ ચૂકી છે. તેવામાં દબંગ નેતા મધુશ્રીવાસ્તવનું પત્તુ કપાઈ જતા તેમને ભાજપનો સાથ છોડી દીધો છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે હું અપક્ષ જીત્યો ત્યારે ભાજપે સામેથી મને બોલાવ્યો હતો. હું કઈ એમને મળવા નહોતો ગયો. હવે એકવાર પાર્ટી છોડી દીધી તો ફરીથી નહીં જોડાઉ આ મર્દની જુબાન છે. આની સાથે જ તેમણે ચૂંટણીલક્ષી પોતાની રણનીતિ પણ છતી કરી હતી. ચલો વિગતવાર નજર કરીએ…
ADVERTISEMENT
આ બેઠક મારો ગઢ છે- મધુ શ્રીવાસ્તવ
મીડિયા સાથેની વાતચીતમાં મધુ શ્રીવાસ્તવે કહ્યું કે મેં ભાજપને રામ રામ કરી દીધું છે. આ બેઠક મારો ગઢ છે અને હું અહીંથી જ ચૂંટણી લડીશ. અપક્ષ કે કોઈ પાર્ટી સાથે જોડાઈને એ નિર્ણય મારા કાર્યકર્તાઓ કરશે. હુ સતત અહીંથી જીતતો આવ્યો છું. જ્યારે મને ટિકિટ ન મળી એનાથી કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી. તેથી જ મેં પાર્ટી સાથે છેડો ફાડી દીધો છે. મારી સાથે 500 કાર્યકર્તાઓએ પણ ભાજપ સાથે છેડો ફાડ્યો છે.
મને ભાજપે સામેથી બોલાવ્યો હતો- મધુ શ્રીવાસ્તવ
અપક્ષમાંથી જીતીને ભાજપમાં જોડાવવાના સવાલ પર મધુશ્રીવાસ્તવે કહ્યું હતું કે ભાજપે અગાઉ પણ મને સામેથી જ બોલાવ્યો હતો. હું પહેલા પણ સામેથી ભાજપમાં જોડાવવા ગયો નહોતો. હવે ફરીથી અપક્ષ જીતીશ તો પણ ભાજપમાં નહીં જાઉં. આ મર્દની જુબાન છે એકવાર જેનો સાથ છોડ્યો એનો ફરી ક્યારેય નહીં પકડું.
With Input- દિગ્વીજય પાઠક
ADVERTISEMENT