Lucky Zodiac Sign On Holi 2024: હિન્દુ પંચાગ અનુસાર ફાગણ પૂર્ણિમાના દિવસે દેશભરમાં હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. જણાવી દઈએ કે આ વર્ષે 25 માર્ચે હોળીનો તહેવાર મનાવવામાં આવશે. તો આ દિવસે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ લાગવા જઈ રહ્યું છે. જણાવી દઈએ કે આવું 100 વર્ષ બાદ થવા જઈ રહ્યું છે કે હોળીના દિવસે ચંદ્ર ગ્રહણ લાગી રહ્યું હોય. હોળીના તહેવાર પર ચંદ્ર ગ્રહણ, તેનો પ્રભાવ 3 રાશિના જાતકોના જીવન પર ખાસ જોવા મળશે. આ દિવસે આ લોકોનો સુવર્ણ યુગ શરૂ થઈ શકે છે.
ADVERTISEMENT
12 રાશિઓના જીવનને પ્રભાવિત કરશે ગ્રહણ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પૂર્ણિમા પર વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ તમામ 12 રાશિઓના જીવનને પ્રભાવિત કરશે. જણાવી દઈએ કે, ગ્રહણના સમયે ચંદ્ર કન્યા રાશિમાં રહેશે, જ્યાં પહેલેથી જ રાહુ બિરાજમાન છે. આવી સ્થિતિમાં આ બે ગ્રહોનો સંયોગ 3 રાશિના જાતકો માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. 100 વર્ષ બાદ હોળી પર ગ્રહણનો યોગ જાણો કઈ રાશિના જાતકોની કિસ્મતનું તાળું ખોલશે.
મેષ રાશિ(અ,લ,ઈ)
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ રાશિના જાતકો માટે હોળી પર લાગતું ગ્રહણ ખૂબ જ લક્કી સાબિત થશે. આ જાતકોના અટકેલા કામ પૂરા થશે. અચાનક ધન લાભ થશે. એટલું જ નહી ક્યાંક ફસાયેલા નાણા પણ પરત મળી શકે છે. તો આ રાશિના જાતકોને સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળી શકે છે. ધન અને પ્રોપર્ટીમાં આ સમય સારો માનવામાં આવશે, જેનાથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે.
તુલા રાશિ (ર,ત)
જણાવી દઈએ કે, આ રાશિના જાતકો માટે પણ આ સમય લાભદાયી થશે. તમને જણાવી દઈએ કે આ સમયે પ્રોપર્ટી ખરીદવાના યોગ બની રહ્યા છે. સાથે જ વ્યક્તિના માન-સન્માનમાં પણ વધારો થશે. કરિયરમાં કોઈ ગુડ ન્યૂઝ મળી શકે છે. નોકરી અને બિઝનેસમાં સંતુષ્ટી મળશે અને તુલા રાશિના જાતકોને ધન પ્રાપ્તિ પણ થઈ શકે છે. તો બેંક બેલેન્સમાં પણ વધારો થવાની ધારણા છે.
કુંભ રાશિ (ગ,સ,શ,ષ)
હોળીના દિવસે થનારા ચંદ્રગ્રહણથી કુંભ રાશિના જાતકો માટે સારા દિવસોની શરૂઆત થશે. તેનાથી રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે. એટલું જ નહીં આ સમયગાળા દરમિયાન તમારા વ્યક્તિત્વમાં પણ નિખાર આવશે. તો પાર્ટનરશિપમાં કામ કરી રહેલા લોકોને બિઝનેસમાં સફળતા મળશે. આ સમયે ઘરમાં શુભ કાર્ય પૂર્ણ થઈ શકે છે અને કરિયરમાં મોટી છલાંગ લાગી શકે છે.
નોંધ- અહીં અપાયેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટી કરતા નથી.
ADVERTISEMENT